મહારાષ્ટ્ર

ઔરંગઝેબની કબરની તસવીર સાથે વાંધાજનક ટિપ્પણી પોસ્ટ કરનારો તાબામાં

થાણે: છત્રપતિ સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબર સાથેની પોતાની તસવીર પોસ્ટ કરીને બે સમાજ વચ્ચે દ્વેષભાવના ભડકાવતું લખાણ લખવા માટે થાણે પોલીસે એક જણને તાબામાં લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી થાણે જિલ્લાના ઉલ્હાસનગર ખાતેના સમતાનગરનો રહેવાસી છે.

આ પ્રકરણે એક શિક્ષકે ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે એક શકસે ઔરંગઝેબની કબર નજીક પોતે ઊભો હોય તેવી તસવીર વ્હૉટ્સઍપ પર પોસ્ટ કરી છે. આ તસવીરની નીચે તેણે વાંધાજનક ટિપ્પણી લખી હતી, એમ હિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: રાજ ઠાકરેએ શરૂ કરી દીધી બીએમસી ઈલેક્શનની તૈયારીઃ ઔરંગઝેબની કબરના વિવાદ મામલે કહ્યું કે…

શિક્ષકની ફરિયાદને આધારે પોલીસે શનિવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1) અને 299 હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસે શકમંદને તાબામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button