યાવત હિંસા મામલે પોલીસે 500 લોકો સામે FIR નોંધી, 15ની ધરપકડ | મુંબઈ સમાચાર

યાવત હિંસા મામલે પોલીસે 500 લોકો સામે FIR નોંધી, 15ની ધરપકડ

પુણે જિલ્લાના દૌંડ તાલુકાના યાવત ગામમાં શુક્રવારે સાંજે કોમી તણાવ ફાટી નીકળ્યો (Yavat Violence) હતો, એક યુવકે વોટ્સએપ પર કથિત રીતે વાંધાજનક સ્ટેટ્સ શેર કરતા બે સમુદાયો આમને સામને આવી ગયા હતાં. અથડામણ દરમિયાન તોડફોડ અને આગચંપીની ઘટના બની હતી. આ મામલે મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી કરીને 15 લોકોની ધરપકડ કરી છે અને 500 થી વધુ લોકો સામે FIR નોંધી છે.

વોટ્સએપ સ્ટેટસને કારણે રોષે ભરાયેલું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું અને એક મોટરસાઇકલને આગ લગાવી દીધી અને એક બેકરીમાં તોડફોડ કરી હતી. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને 6 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અહેવાલ મુજબ વોટ્સએપ પર કથિત વાંધાજનક સ્ટેટસ અપલોડ કરનાર શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પાંચ કેસ નોંધવામાં આવ્યા છે, ચાર કેસમાં 500 થી લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, આ લોકો કથિત રીતે આગચંપી અને તોડફોડમાં સામેલ હતા. જેમાંથી 100 થી વધુની ઓળખ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ એક મોટરસાઇકલ, બે કાર, એક ધાર્મિક સ્થળ અને એક બેકરીને નિશાન બનવવામાં આવ્યા હતાં. હિંસાને પગલે પ્રદેશમાં પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

ગામમાં સ્ટેટ રિઝર્વ પોલોસ ફોર્સ (SRPF) ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો…દૌંડના યવત ગામમાં તણાવ અંગે ફડણવીસે શું કહ્યું?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button