રૈનાના યુટ્યુબ શોની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર મહિલા પંચનો પોલીસને નિર્દેશ

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગનાં ચેરપર્સન રૂપાલી ચાકણકરે જણાવ્યા અનુસાર ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ” યુટ્યુબ શોનું કન્ટેન્ટ યુવા પેઢી માટે અયોગ્ય હતું એવી આયોગે મુંબઈ પોલીસને કરેલી એક ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે બે વકીલ દ્વારા આયોગને ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લોકપ્રિય પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ તાજેતરમાં જ કોમેડિયન સમય રૈનાના યુટ્યુબ શો “ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ” માં માતાપિતા અને સેક્સ પર કમેન્ટ કર્યા પછી વિવાદ ઊભો થયો છે. અલ્હાબાદિયા સામે અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગે આ વિવાદના સંદર્ભમાં 24 ફેબ્રુઆરીએ નિવેદન નોંધવા માટે તેને સમન્સ પાઠવ્યું છે.
આપણ વાંચો: રણવીર અલ્હાબાદિયાનો કેસ લડનાર યુવાન વકીલ કોણ છે તે જાણો છો ?
વીડિયો સાથે વાત કરતા મહિલા આયોગનાં ચેરપર્સન ચાકણકરે જણાવ્યું હતું કે બે એડવોકેટ આશિષ રોય અને પંકજ મિશ્રાએ કમિશનને “ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ” શો વિશે ફરિયાદ કરી હતી, અને કહ્યું હતું કે તેનું કન્ટેન્ટ ખૂબ જ ખરાબ છે અને તે યુવા પેઢી માટે યોગ્ય નથી.
“ફરિયાદ મળ્યા પછી અમે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખી તપાસ હાથ ધરવા અને કમિશનને રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલુ છે. અમને વિશ્વાસ છે કે પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે’ એમ ચેરપર્સને જણાવ્યું હતું. (પીટીઆઈ)