મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી: કોંગ્રેસે વરિષ્ઠ નેતાઓને સંયોજક તરીકે નિયુક્ત કર્યા | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી: કોંગ્રેસે વરિષ્ઠ નેતાઓને સંયોજક તરીકે નિયુક્ત કર્યા

મુંબઈ: 2026માં યોજાનારી રાજ્ય વિધાન પરિષદના ગ્રેજ્યુએટ્સ અને ટીચર્સ મતવિસ્તારોની ચૂંટણી માટે મહારાષ્ટ્ર કોંગ્રેસે મંગળવારે પક્ષના વરિષ્ઠ નેતાઓની સંયોજક તરીકે નિમણૂક કરી છે.

આજે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પક્ષના દિગ્ગજ નેતા, પૂર્વ પ્રધાન અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બાળાસાહેબ થોરાતની પુણે સ્નાતક અને શિક્ષક મતવિસ્તારના સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિધાન પરિષદના ગ્રુપ લીડર અને પૂર્વ પ્રધાન સતેજ પાટીલ નાગપુર ગ્રેજ્યુએટ્સ મત વિસ્તારના કોઓર્ડિનેટર તરીકે સેવા આપશે.

પૂર્વ પ્રધાન અને રાજ્ય એકમના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સુનીલ દેશમુખને છત્રપતિ સંભાજી નગર ગ્રેજ્યુએટ મત વિસ્તારના સંયોજક બનાવવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ ધારાસભ્ય અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (એમપીસીસી)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ એમ એમ શેખ અમરાવતી શિક્ષક મત વિસ્તારનું સંકલન કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button