મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલાં SIR નહીં: ચૂંટણી પંચની જાન્યુ. 2026 સુધી મુલતવી રાખવા ECને વિનંતી

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ટાંકીને, રાજ્યમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા (એસઆઇઆર)ને જાન્યુઆરી ૨૦૨૬ સુધી મુલત્વી રાખવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી છે.
રાજ્ય ચૂંટણી પંચે ૯ સપ્ટેમ્બરના રોજ લખેલા તેના પત્રમાં જણાવ્યું હતું કે અધિકારીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવામાં વ્યસ્ત છે . ભારતની માનનીય સુપ્રીમ કોર્ટે ૬ મે ૨૦૨૫ ના રોજ આપેલા તેના આદેશ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાર મહિનાની અંદર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાનો નિર્દેશ આપ્યો છે, અને રાજ્ય ચૂંટણી પંચને યોગ્ય કેસોમાં સમય લંબાવવાની સ્વતંત્રતા આપી છે, એમ તેમાં જણાવાયું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈયાર નથી. કારણ શું આપ્યું કમિશનરે?
રાજ્ય ચૂંટણી પંચેએ પણ જણાવ્યું કે એસઆઇઆર પ્રક્રિયામાં ભાગ લેનાર ડેપ્યુટી કલેક્ટર અને તહસીલદાર જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રિટર્નિંગ ઓફિસર અને સહાયક રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત થાય છે, તેથી બંને કામ ન થઇ શકે.
અગાઉ, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જ્યારે ચૂંટણી પંચે રાજ્યભરના મુખ્ય ચૂંટણી અધિકારીઓની પરિષદ યોજવાનું આયોજન કરી રહ્યું હતું ત્યારે રાજ્ય ચૂંટણી પંચે જાન્યુઆરી ૨૦૨૬ સુધી એસઆઇઆર કરાવવાની પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. સઘન સુધારામાં ઘરે-ઘરે જઈને સંપૂર્ણ અને નવી મતદાર યાદી તૈયારી કરવામાં આવે છે.
આ પણ વાંચો : બિહાર ચૂંટણી પૂર્વે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: SIR પ્રક્રિયામાં હવે આધાર કાર્ડ ‘માન્ય’ રહેશે!
વિધાનસભા ચૂંટણીના મહિનાઓ પહેલા, જૂન ૨૦૨૫માં બિહારમાં એસઆઇઆરનો આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં મતદારોને પાત્રતા સાબિત કરવા માટે ૧૧ દસ્તાવેજોમાંથી એક રજૂ કરવાની જરૂર હતી. આ પગલાને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બિહારમાં મતદાર યાદીઓના એસઆઇઆરની વિરોધ પક્ષોએ ભારે ટીકા કરી હતી, તેમણે દાવો કર્યો હતો કે આનાથી ઘણા નોંધાયેલા મતદારોની બાદબાકી થશે.