મહારાષ્ટ્રમાં 1 જૂનથી અત્યાર સુધી સરેરાશનો 96 ટકા વરસાદ નોંધાયો: જ્યારે દેશમાં સરેરાશનો 94 ટકા વરસાદ
મુંબઇ: દેશમાં કેટલાંક વિસ્તારોમાં સારો વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ થયો છે. દરમીયાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ 1 જૂનથી અત્યાર સુધી સરેરાશ 94 ટકા વરસાદ થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. આવતા અઠવાડીયાથી રાજ્યમાંથી વરસાદ પાછો ખેંચાવીની તૈયારી કરશે. કેરલ સહિત મહારાષ્ટ્રમાં વરસાદની મોટી ખોટ થઇ છે જેવી જાણકારી હવામાન વિભગા દ્વારા આપવામાં આવી છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો માત્ર કોકણમાં સમાધાનકારક વરસાદ થયો છે. કોકણમાં સરેરાશના ાં110 ટકા, મધ્ય મહારાષ્ટ્રમાં 87 ટકા, મરાઠવાડામાં 87 ટકા અને વિદર્ભમાં 97 ટકા વરસાદ નોંધાયો છે. હવે આગામી અઠવાડિયામાં વરસાદ પાછો ખેંચાશે. બે ત્રણ દિવસમાં પશ્ચિમ-મધ્ય વિભાગમાંથી ચોમાસુ પાછું ખેંચાશે.
મહારાષ્ટ્રના નવ જિલ્લામાં વરસાદની સરેરાશ કરતાં મોટી ખોટ થઇ છે. સાંગલીમાં 1 જૂનથી અત્યાર સુધી સરેરાશનો માત્ર 56 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે 44 ટકા ખોટ થઇ છે. સાતારમાં પણ સરેરાશ 62 ટકા વરસાદ નોંધાયો છે. સોલાપુરમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. મરાઠવાડાના ચાર જિલ્લામાં વરસાદની મોટી ખોટ થઇ છે. બીડમાં સરેરાશ 77 ટકા વરસાદ થયો છે. સંભાજીનગરમાં 87 ટકા, ધારાશિવમાં સરેરાશ 71 ટકા વરસાદ નોંધાયો છે. જાલનામાં માત્ર સરેરાશ 67 ટકા વરસાદ જ્યારે હિંગોલીમાં 76 ટકા વરસાદ થયો છે. વિદર્ભમાં પણ બે જિલ્લામાં વરસાદની ભારે ખોટ થઇ છે. અકોલામાં 75 ટકા જ્યારે અમરાવતીમાં 73 ટકા વરસાદ નોંધાયો છે.
નૈઋત્ય મોસમી વરસાદ પણ પાછા ફરવાની તૈયારીમાં છે. રાજસ્થાનમાંથી નેઋત્ય મોનસૂન પાછો ફર્યો છે. આ અઠવાડિયામાં ભારતમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. નૈઋત્ય વરસાદ સામાન્ય રીતે 1 જૂનથી કેરલમાં દાખલ થાય છે. ત્યાર બાદ 8 જુલાઇથી આખા દેશમાં જાય છે. સામાન્ય રીતે 17મી સપ્ટેમ્બરખી મોનસૂનનો પાછા ફરવાનો પ્રવાસ શરુ થઇ જાય છે.