મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે અહિલ્યાબાઈ હોલકર પર ફિલ્મ, ધનગર સમુદાય માટે યોજનાઓની જાહેરાત કરી

અહિલ્યાનગર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે ઇન્દોરના ભૂતપૂર્વ રાણી અહિલ્યાબાઈ હોલકરના વારસાની આસપાસ કેન્દ્રિત નિર્ણયોની શ્રેણીની જાહેરાત કરી હતી, જેમાં તેમના જીવન પર એક ફિલ્મ અને ધનગર સમુદાયના કલ્યાણ માટે લક્ષ્ય ધરાવતી યોજનાઓનો સમાવેશ થાય છે.

અહિલ્યાબાઈના તૃતીય શતાબ્દી વર્ષ નિમિત્તે કેબિનેટે તેમના જીવન પર એક જીવનચરિત્રાત્મક ફિલ્મના નિર્માણને મંજૂરી આપી હતી. આ ફિલ્મ મરાઠી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં બનાવવામાં આવશે અને દૂરદર્શન અને વિવિધ ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીને આ પ્રોજેક્ટને અમલમાં મૂકવાનું કામ સોંપવામાં આવ્યું છે.

ફડણવીસે જણાવ્યું હતું કે અન્ય મુખ્ય નિર્ણયોમાં કેબિનેટે આદિશક્તિ મિશન માટે 10.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જે મહિલા સશક્તિકરણના હેતુથી એક કાર્યક્રમ છે.

કેબિનેટ બેઠકની અધ્યક્ષતા બાદ મુખ્ય પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે, સરકાર અહિલ્યાનગર જિલ્લામાં 458 કરોડ રૂપિયાની કુલ ફાળવણી સાથે 430 બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પણ સ્થાપિત કરશે.

ઈન્દોરના રાજા રાજે યશવંતરાવ હોલકરના યોગદાનને સન્માનિત કરવા માટે ખાસ કરીને શિક્ષણમાં કેબિનેટે પ્રતિષ્ઠિત નિવાસી શાળાઓમાં ધનગર સમુદાયના વિદ્યાર્થીઓની નોંધણીને મંજૂરી આપી હતી, એમ મુખ્ય પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું.

2021-22 અને 2024-25 વચ્ચે આ પહેલ હેઠળ 162 શાળાઓમાં 31,300 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં અત્યાર સુધીમાં 288 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.

કેબિનેટે નવી મુંબઈ, પુણે, છત્રપતિ સંભાજીનગર, નાસિક, નાગપુર અને અમરાવતીમાં મહેસૂલ વિભાગના મુખ્યાલયમાં મેધાવી ધનગર વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોના નિર્માણને પણ મંજૂરી આપી હતી.

દરેક છાત્રાલયમાં 200 વિદ્યાર્થીઓ – 100 છોકરા અને 100 છોકરી – સમાવી શકાશે. નાસિકમાં બાંધકામ શરૂ થઈ ગયું છે, પુણે અને નાગપુર પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે.

ફડણવીસે જણાવ્યું હતું કે અહિલ્યાનગર જિલ્લામાં ખાસ કરીને ક્ધયા વિદ્યાર્થીઓ માટે એક ઔદ્યોગિક તાલીમ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે.

વધુમાં અહિલ્યાબાઈ હોલકર દ્વારા મૂળ રીતે બાંધવામાં આવેલા જળાશયોના પુન:સ્થાપન અને કાયાકલ્પ માટે 75 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

આમાં રહેલો કાદવ કાઢવા અને સંરક્ષણ પ્રયાસોનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટમાં ચાંદવડ, ત્ર્યંબકેશ્ર્વર અને જેજુરીમાં સ્થિત ત્રણ તળાવો, 19 કુવાઓ, છ ઘાટ અને છ તળાવોનો આ યોજના હેઠળ સમાવેશ થાય છે.

અહિલ્યાબાઈ મરાઠા સામ્રાજ્યમાં ઇન્દોરનાં શાસક રાણી હતાં. તેમણે મહેશ્ર્વરને હોલકર રાજવંશના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું હતું.

‘પુણ્યશ્લોક’ અથવા તેમના ધાર્મિક વ્યવહાર માટે પવિત્ર તરીકે જાણીતા અહિલ્યાબાઈ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રગતિ સાથે સુશાસન, સામાજિક કલ્યાણ અને માનવતાવાદી કાર્ય માટે જાણીતા છે.

આ પણ વાંચો મુંબઈમાં વધુ એક મેટ્રો ટ્રેન દોડાવવા માટે પ્રશાસન સજ્જઃ દહીસર-ભાયંદરવાસીઓને થશે રાહત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button