મહારાષ્ટ્રમાં ખાનગી સંસ્થાઓ કર્મચારીઓ પાસે આટલા કામ કરાવી શકશે! સરકાર લઇ શકે આવો નિર્ણય | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ખાનગી સંસ્થાઓ કર્મચારીઓ પાસે આટલા કામ કરાવી શકશે! સરકાર લઇ શકે આવો નિર્ણય

મુંબઈ: દેશમાં છેલ્લા ઘણાં મહિનનાઓથી કામના કલાકો અંગે ચર્ચા ચાલી રહી છે, અહેવાલ મુજબ મહારાષ્ટ્ર સરકાર ખાનગી સંસ્થાઓમાં કર્મચારીઓના મહત્તમ કામના કલાકો વધારીને 10 કલાક કરવાની યોજના બનાવી રહી છે. જેના માટે રાજ્ય સરકાર મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન) એક્ટ, 2017 માં એક મહત્વનો ફરફાર કરવા જઈ રહી છે. હાલ મહતમ કામના કલાકો 9 છે.

એક અહેવાલ મુજબ મંગળવારે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં રાજ્યના શ્રમ વિભાગ દ્વારા કામના કાલાકો વધારવા અંગે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે હજુ આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેબિનેટે આ પ્રસ્તાવ પર શ્રમ વિભાગ પાસેથી વધુ સ્પષ્ટતા માંગી છે.

એક સાથે આટલ કલાક કામ કરાવી શકાશે:
અહેવાલ મુજબ શ્રમ વિભાગ 2017 ના કાયદામાં લગભગ પાંચ મોટા ફેરફારો કરવા માંગે છે, જેમાં કામના કલાકોમાં વધારો ઉપરાંત અન્ય ચાર ફેરફારો પણ છે. પુખ્ત વયના વ્યક્તિને એક સાથે મહતમ છ કલાકથી વધુ સમય કામ કરાવવાની મંજૂરી આપવામાં આવશે, જેમાં અડધા કલાકનો બ્રેક આપવો જરૂરી રહેશે. હાલ આ સમય પાંચ કલાકનો છે.

ઓવરટાઇમનો સમય પણ વધશે:
આ ઉપરાંત ઓવરટાઇમના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે. ઓવરટાઇમનો સમયગાળો ત્રણ મહિનામાં 125 થી વધારીને 144 કલાક કરવાનો પણ શ્રમ વિભાગે મુક્યો છે. હાલમાં ઓવરટાઇમ સહિત દિવસમાં મહત્તમ કામના કલાકો 10.5 કલાક છે, જેને વધારીને 12 કલાક કરવાનો પ્રસ્તાવ છે.

શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન) એક્ટ, 2017ની જોગવાઈઓ હાલ આ કાયદો 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓને લાગુ પડે છે, દરખાસ્ત મુજબ 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓને લાગુ પડશે.

નારાયણ મૂર્તિના સુચન બાદ હોબાળો;
વિપ્રોના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કામના કલાકો વધારવા વાત કરી હતી. તેમણે દેશના વિકાસ માટે યુવાનોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવા સૂચન કર્યું હતું. તેમની આ ટિપ્પણીનો ભારે વિરોધ કારવામાં આવ્યો હતો. લોકોએ વોર્ક-લાઈફ બેલેન્સ અને વર્કફોર્સના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બાદમાં નારાયણ મૂર્તિએ સ્પષ્ટતા કરી હતી કે વધુ કામના કલાકો ફરજિયાત ન હોવા જોઈએ પરંતુ તે વ્યક્તિગત પસંદગીનો વિષય છે.

આપણ વાંચો: મુંબઈ નજીક વિરારમાં બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો, ત્રણ લોકોના મોત

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button