ફ્લેટ માલિકોને વ્યક્તિગત પ્રોપર્ટી કાર્ડ!!! | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ફ્લેટ માલિકોને વ્યક્તિગત પ્રોપર્ટી કાર્ડ!!!

મહારાષ્ટ્ર સરકાર દ્વારા વર્ટિકલ પ્રોપર્ટી નિયમો ઘડવા માટે પેનલની રચના સરકારે વર્ટિકલ પ્રોપર્ટી નિયમો ઘડવા માટે આઠ સભ્યોની સમિતિની રચના કરી છે જે 7/12ના ઉતારા અને પ્રોપર્ટી કાર્ડમાં ફ્લેટ માલિકોના નામનો સમાવેશ કરી શકશે

વિપુલ વૈદ્ય

મુંબઈ:
મહારાષ્ટ્રભરના હજારો ફ્લેટ માલિકોને રાહત આપી શકે તેવાં પગલામાં રાજ્ય સરકારે બહુમાળી ઇમારતોમાં રહેતા અને એપાર્ટમેન્ટના માલિકો માટે વ્યક્તિગત પ્રોપર્ટી કાર્ડ આપવા માટેના પગલાં શરૂ કર્યાં છે. સરકારે વર્ટિકલ પ્રોપર્ટી નિયમો ઘડવા માટે આઠ સભ્યોની સમિતિની રચના કરી છે જે 7/12 ના ઉતારા અને પ્રોપર્ટી કાર્ડમાં ફ્લેટ માલિકોના નામનો સમાવેશ કરી શકશે. આ એક એવો રેકોર્ડ જે હાલમાં ફક્ત જમીન માલિકની વિગતો દર્શાવે છે.

એડિશનલ ચીફ સેક્રેટરી (મહેસૂલ) વિકાસ ખર્ગેના નેતૃત્વ હેઠળની આ સમિતિમાં સહકાર, નગર વિકાસ, કાયદો અને ન્યાયતંત્ર અને ગ્રામ્ય વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સેટલમેન્ટ કમિશનર, લેન્ડ રેકોર્ડ્સ ડિરેક્ટર અને રજ્સ્ટ્રિેશન અને સ્ટેમ્પ્સના અધિકારીનો સમાવેશ થાય છે. રેવન્યુ વિભાગમાં લેન્ડ સર્વેના જોઈન્ટ સેક્રેટરી સભ્ય-સચિવ તરીકે સેવા આપશે.

આ પણ વાંચો : એસઆરએ મકાનો પાંચ વર્ષમાં વેચવા માટે પરવાનગી આપવા વિચારણા

પેનલ અન્ય રાજ્યોમાં સમાન કાયદાઓનો અભ્યાસ કરશે અને એક મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે. તે પ્રસ્તાવિત કાયદા માટે નિયમોનો મુસદ્દો પણ તૈયાર કરશે જે સત્તાવાર જમીન અને મિલકતના રેકોર્ડમાં વ્યક્તિગત ફ્લેટ-માલિકોની નોંધણીને મંજૂરી આપશે. આ પગલાથી માલિકીના મુદ્દાઓ પર લાંબા સમયથી અપેક્ષિત સ્પષ્ટતા આવવાની શક્યતા છે, ખાસ કરીને રહેણાંક સંકુલ કઈ જમીન પર છે અને સામાન્ય ઉપયોગ માટે બનાવાયેલા વિસ્તારો વગેરે બાબતે સ્પષ્ટતા મળશે.
આ મુદ્દાઓ પર સેટલમેન્ટ કમિશનર દ્વારા અગાઉ રજૂ કરાયેલ દરખાસ્તની પણ સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવશે.

હાલમાં, સરકારી રેકોર્ડમાં મિલકતની એન્ટ્રીઓ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ફ્લેટ-માલિકોને છોડીને ફક્ત વેચાણ કરાર, ઉત્તરાધિકાર અથવા લીઝ દ્વારા કરવામાં આવે છે. ગુરુવારે જારી કરાયેલા સરકારી ઠરાવ મુજબ, નવી પહેલ તેમાં સુધારો કરવાનો હેતુ ધરાવે છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button