આમચી મુંબઈમહારાષ્ટ્ર

એસઆરએ મકાનો પાંચ વર્ષમાં વેચવા માટે પરવાનગી આપવા વિચારણા

મુંબઇ: એસઆરએ હેઠળ મકાન મેળવેલા લાભાર્થીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેઓ પાંચ વર્ષ પછી મકાનો વેચી શકશે. ટૂંક સમયમાં જ લાભાર્થીઓને આ પરવાનગી મળી જશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકાર આ અંગે વિચાર કરી રહી છે. આવી માહિતી ગૃહ નિર્માણ પ્રધાન અતુલ સેવે આપી છે.

વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન સેવેએ વિધાનસભાને જણાવ્યું હતું કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લાભાર્થીઓને સ્લમ ઓથોરિટી દ્વારા વિનામૂલ્યે આપવામાં આવેલા મકાનોને પ્રથમ 10 વર્ષ સુધી અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ સમયગાળાને ઘટાડીને સાત વર્ષ કરવાના પ્રસ્તાવને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે તેને પાંચ વર્ષ સુધી કરવાની માગણીના સંદર્ભમાં કાયદાકીય સલાહ લઈને કેબિનેટની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. સાવેએ એમ માહિતી આપી હતી.

સેવેએ જણાવ્યું હતું કે ડેવલપર્સ સમક્ષ શરતો મૂકવામાં આવશે કે એસઆરએ સ્કીમ હેઠળ બાંધવામાં આવેલી ઈમારતો ઉત્તમ હોવી જોઈએ અને વેચાણ માટે બાંધવામાં આવેલી ઈમારતો જેવી જ હોવી જોઈએ. જે ડેવલપર્સ પ્રોજેક્ટ પૂરો નહીં કરે અથવા ભાડું ચૂકવશે નહીં તેના વિશે બેઠક યોજીને નિર્ણય લેવામાં આવશે.

એસઆરએ મકાનોમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવા અંગે હાઈ કોર્ટે આપેલા આદેશ મુજબ 86,429 મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો, જે દરમિયાન 10,983 મકાનોમાં ગેરકાયદેસર રહેવાસીઓ મળી આવ્યા હતા. તેવી જ રીતે હાઈ કોર્ટમાં પિટિશન પહેલા કરવામાં આવેલા સર્વેમાં 2,581 ગેરકાયદેસર રહેવાસીઓ મળી આવ્યા હતા.

આવા કિસ્સાઓમાં ખાલી કરાવવાની નોટિસ મોકલવામાં આવી છે, સેવેએ જણાવ્યું હતું. હાઉસિંગ ડિપાર્ટમેન્ટે 1998થી 2021 દરમિયાન મ્હાડાની 56 કોલોનીઓમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓના વધેલા સર્વિસ ચાર્જને માફ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે આશરે રૂ. 380.41 કરોડનો વધેલો સર્વિસ ચાર્જ માફ કરવામાં આવશે અને આ નિર્ણયથી મુંબઈમાં 50 હજાર ફ્લેટ માલિકોને રાહત મળી છે, હાઉસિંગ પ્રધાન અતુલ સેવેએ નાગપુર વિધાનસભાના ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન વિધાન પરિષદમાં આ માહિતી આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ નવી જોડી જામશે પડદા પર? What to consume after the morning walk ? Effective Blood Pressure Home Solutions Nita Ambani: Stuns in Printed Saree with Mukesh & Kokilaben Ambani