મહારાષ્ટ્રમાં કુદરતી આપત્તિનો કહેર: નવ વર્ષમાં 605 લાખ હેક્ટર પાકનો નાશ

ખેડૂતોને ₹ 54,600 કરોડથી વધુનું વળતર ચૂકવાયું
મુંબઈ: છેલ્લા નવ વર્ષ દરમિયાન ધોધમાર વરસાદ, અતિવૃષ્ટિ અને દુષ્કાળને કારણે મહારષ્ટ્રમાં 605.26 લાખ હેકટર જમીનમાં પાકની પાયમાલી થઈ છે અને વળતર પેટે અસરગ્રસ્ત ખેડૂતોને 54 હજાર 600 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે એવી માહિતી સરકારે આપી છે.
2019થી મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ખાસ્સું વધી ગયું છે અને આ વર્ષના ખરીફ પાક મોટા પાયે નાશ પામ્યો છે એમ રાજ્યના કૃષિ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘છેલ્લા નવ વર્ષમાં કુલ 605.26 લાખ હેકટર જમીનમાં પાકનો નાશ થયો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી 29 જિલ્લામાં પાકને નુકસાન: કૃષિ પ્રધાન
સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે છેલ્લા નવ અવર્સમાં કેટલાક વિસ્તાર કે ગામડાઓમાં વારંવાર ફટકો પડ્યો છે. આ નવ વર્ષમાં ખેડૂતોને 54 હજાર 679.17 કરોડ રૂપિયાની ધનરાશિ સહાય પૂરી પાડવામાં આવી છે.’ તાજેતરમાં મરાઠવાડામાં પડેલા મુશળધાર વરસાદ પછી જાણકારીનું પૃથક્કરણ કરતા 2016-17ની ખરીફ મોસમ બાદ કરતા દરેક વર્ષે ખેડૂતોને કોઈને કોઈ કુદરતી આફતનો સામનો કરવો પડ્યો છે.
સરકારી રેકોર્ડ અનુસાર 2015-16માં 4,190.62 કરોડ રૂપિયા, 2016 – 17માં 602.83 કરોડ રૂપિયા, 2017-18માં 3,622.50 કરોડ રૂપિયા, 2018-19માં 6,218.34 કરોડ રૂપિયા, 2019-20માં 7,754.06 કરોડ રૂપિયા, 2020-21માં 4,923.78 કરોડ રૂપિયા, 2021-22માં 5,647.44 કરોડ રૂપિયા, 2022-23માં 8,637.44 કરોડ રૂપિયા, 2023-24માં 6,421.63 કરોડ રૂપિયા અને ગયા નાણાકીય વર્ષમાં 6,660.51 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)