મહારાષ્ટ્રના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ભાજપના સદસ્યતા અભિયાનને મળ્યો પ્રચંડ પ્રતિસાદ
મુંબઈ: ભાજપ પાર્ટી આમ તો હિંદુ પાર્ટી ગણાય છે. તેની વિચારધારા હિંદુ છે. તે રામ મંદિર બાંધે છે અને દેશના જુદા જુદા વિસ્તાર અને પ્રદેશોના વિદેશી, મુસ્લિમ નામો બદલીને શાસ્ત્રો આધારિત સાંસ્કૃતિક નામો પણ રાખે છે.
તે પાકિસ્તાનનો વિરોધ પણ કરે છે અને મુસ્લિમ કુપ્રથાઓનો પણ ઉઘાડેછોગે વિરોધ કરે છે, તમ છતાં પણ મહારાષ્ટ્રના મુસ્લિમો ભાજપનું સમર્થન કરી રહ્યા છે. ના, અમે મજાક નથી કરી રહ્યા. આ સાચી વાત છે.
ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં એક દિવસમાં 25 લાખ નવા સભ્યો ઉમેરવાનું અભિયાન શરૂ કર્યું છે. ભાજપે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. જ્યાં તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
બાંગ્લાદેશીઓના મુદ્દે ભાજપને મુસ્લિમોનું ઘણું સમર્થન મળી રહ્યું છે. મુસ્લિમો કહી રહ્યા છે કે અમે મોદી સાથે છીએ. દેશમાં વસી રહેલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ભગાડવા જ જોઈએ. અમે પણ સરકારને આમાં સાથ આપીશું. તેમનું કહેવું છે કે ભાજપ મંદિર અને મસ્જિદની રાજનીતિ નથી કરતી, કેટલાક અસામાજિક તત્વો છે જે આ બધું કરી રહ્યા છે.
આપણ વાંચો: કોંગ્રેસ અને ભાજપમાં શું તફાવત છે? રાહુલ ગાંધીએ IIT વિદ્યાર્થીઓના પ્રશ્નોના આવા જવાબ આપ્યા
ભાજપ હિદુ-મુસ્લિમ બધાનું જ ભલું કરી રહી છે. દેશના મુસ્લિમોને પણ કેન્દ્રની અને રાજ્ય સરકારની દરેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે, તેથી જ તેઓ ભાજપના સભ્ય બની રહ્યા છે. ઘણા મુસ્લિમો કહે છે કે બાંગ્લાદેશીઓના કારણે તમામ મુસ્લિમો બદનામ થાય છે, કારણ કે તેઓ ગુનાઓ કરે છે. શા માટે આપણે બધાએ બાંગ્લાદેશીઓના કારણે બદનામ થવું જોઈએ? અમે ભાજપને સમર્થન આપીશું.
દેશમાં ભાજપની છબી મુસ્લિમ વિરોધી છે. વિપક્ષો પણ ભાજપને મુસ્લિમ વિરોધી કહીને જ ચીતરે છે. આવી સ્થિતિમાં ભાજપ મુસ્લિમ વિરોધી ટેગ હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ટૂંક સમયમાં મુંબઇમાં મહાનગર પાલિકાની ચૂંટણી આવશે. એ પહેલા ભાજપ દ્વારા મુસ્લિમ વોટબેંક મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આપણ વાંચો: ભાજપના મહારાષ્ટ્ર એકમનું પાંચમી જાન્યુઆરીથી રાજ્યવ્યાપી સભ્યપદ અભિયાન: 25 લાખ નવા સભ્યોનું ટાર્ગેટ
આપણે મુસ્લિમ બહુમતી ધરાવતા ગોવંડી વિસ્તારનો દાખલો લઇએ તો અહીંની 90 ટકાથી વધુ વસતી મુસ્લિમ છે. અહીંથી સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી વિધાન સભ્ય બન્યા છે. ભાજપે અહીં તેમના લઘુમતી વિભાગના નેતા વસીમ ખાનના નેતૃત્વમાં સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. વસીમ ખાને દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારની યોજનાઓથી મુસ્લિમોને પણ ફાયદો થયો છે અને તેઓ પણ ખુશી ખુશી ભાજપમાં જોડાઇ રહ્યા છે.
આ વિસ્તારના એક વ્યક્તિ સાથે જ્યારે ભાજપના સદસ્યતા લેવા વિશે વાત કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે, અમે દેશભક્ત મુસ્લિમ છીએ, અમે બધા મુસ્લિમો સરકાર સાથે છીએ, કારણ કે તેઓ દેશની સુરક્ષા માટે પહેલા વિચારે છે.
અમે તેની સાથે છીએ. અમને અનેક યોજનાઓનો લાભ મળ્યો છે તો ભાજપ સાથે કેમ ન જઈએ? તેણે એમ પણ જણાવ્યું હતું કે અહીંના મુસ્લિમો પોતે ઇચ્છઈ રહ્યા છે કે દેશમાંથી બાંગ્લાદેશી મુસ્લિમોને તગેડી મૂકવામાં આવે કારણ કે દેશમાં પહેલેથઈ જ ઘણી વસતી છએ અને તેમનું માનસ પણ ગુનાખોર છે. બાંગ્લાદેશી મુસ્લિમોને કારણે અહીંના મુસ્લિમો નાહક બદનામ થાય છે.
આપણ વાંચો: ગુજરાતમાં ભાજપના શહેર-જિલ્લા પ્રમુખ બનવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો
ભારતીય જનતા પાર્ટીએ આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં એક દિવસમાં 25 લાખ નવા સભ્યો ઉમેરવાનું અભિયાન શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે આ સભ્યપદ અભિયાનની શરૂઆત કરી છે.
આ સમગ્ર અભિયાન અંતર્ગત મહારાષ્ટ્રમાં 20 જાન્યુઆરી સુધીમાં 1.5 કરોડ પ્રાથમિક સભ્યો બનાવવાની યોજના છે, જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન, બૌદ્ધ સહિત તમામ જાતિ અને ધર્મના લોકોને સદસ્યતા આપવામાં આવશે.
મુંબઈ, થાણે, નાસિક, મરાઠવાડા, વિદર્ભ, કોંકણ, રાયગઢ, ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ચિમ મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરેક બૂથ પર ઓછામાં ઓછા 250 નવા સભ્ય બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત દરેક વિધાનસભામાં ઓછામાં ઓછા 50 હજાર નવા સભ્યો બનાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં એક મોબાઇલ નંબર આપવામાં આવ્યો છે. આ નંબર ડાયલ કરીને કોઇ પણ વ્યક્તિ ભાજપની પ્રાથમિક સભ્ય બની શકે છે. આ મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ આપવા પર તમને એક મેસેજ મળશે, આ મેસેજ પર ક્લિક કર્યા બાદ તમે ભાજપનું પ્રાથમિક સભ્યપદનું ફોર્મ ભરી શકશો.