ત્રીજી માર્ચથી મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર શરૂ થશે, આ તારીખે જાહેર થશે બજેટ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર ત્રીજી માર્ચથી ૨૬ માર્ચ સુધી મુંબઈમાં યોજવામાં આવશે, જ્યારે રાજ્યનું બજેટ ૧૦ માર્ચે વિધાનસભાના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. આ બાબત વિધાનસભા અને વિધાન પરિષદના કામકાજ અંગેની સલાહકાર સમિતિની આજે મુંબઈમાં વિધાનભવનમાં બેઠક મળી હતી.
જોકે, બજેટ સત્ર દરમિયાન, ૮ માર્ચે જાહેર રજા હોવા છતાં વિધાનસભાનું કામકાજ ચાલુ રહેશે. હોળીના અવસર પર ૧૩ માર્ચ ૨૦૨૫ના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આપણ વાંચો: યોગીજીનું સનાતન બજેટ: માત્ર ધર્મનું જ નહીં, લોકોનું કલ્યાણ કરતું અંદાજપત્ર..
અહીંની બેઠકમાં વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે, વિધાનસભાના અધ્યક્ષ એડ. રાહુલ નાર્વેકર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત, બેઠકમાં સંસદીય બાબતોના પ્રધાન ચંદ્રકાંત પાટીલ, પ્રધાનો રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગિરીશ મહાજન, શંભુરાજ દેસાઈ, ધારાસભ્યો પ્રસાદ લાડ, પ્રવીણ દરેકર, એડ. અનિલ પરબ, હેમંત પાટીલ, શ્રીકાંત ભારતીય, છગન ભુજબળ, જીતેન્દ્ર આવ્હાડ, ડો. નીતીન રાઉત, રણધીર સાવરકર, અમીન પટેલ, વિધાન સચિવ (૧) સચિવ (૨) વિલાસ આઠવલે સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.