મહારાષ્ટ્ર

લોનાવલા ફરવા આવેલા ગોવાના બે સહેલાણીનાં અકસ્માતમાં મોત

પુણે: મહારાષ્ટ્રના લોનાવલા હિલ સ્ટેશન ખાતે ગોવાથી ફરવા આવેલા બે સહેલાણીની કાર મિની ટ્રક સાથે ભટકાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બન્ને સહેલાણીએ જીવ ગુમાવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ યોગેશ સુતાર (21) અને મયૂર વેંગુર્લેકર (24) તરીકે થઈ હતી. બન્ને ગોવાના માપુસાના રહેવાસી હતા.

આપણ વાચો: અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 36 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

પુણે જિલ્લાના લોનાવલામાં પિકનિક માટે ગોવાથી 14 જણનું જૂથ આવ્યું હતું, જેમાં યોગેશ અને મયૂરનો પણ સમાવેશ હતો. લોનાવલા ગ્રામીણ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની વહેલી સવારે લાયન્સ પૉઈન્ટ નજીક બની હતી.

પૂરપાટ દોડતી કાર સામેથી આવેલી ટ્રક સાથે ટકરાઈ હતી. અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. યોગેશ અને મયૂર અકસ્માતગ્રસ્ત કારમાં જ ફસાઈ ગયા હતા.

કારમાં ફસાયેલા બન્નેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ બન્નેના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપાયા હતા. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને પણ ઇજા થઈ હતી. સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button