મહારાષ્ટ્ર

Lok sabha election 2024: પ્રિયંકા ગાંધી મહારાષ્ટ્રમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ

મુંબઇ: કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાંથી લડે તેવી શક્યકાઓ છે. ખાસ વાત તો એ છે કે આ અંગેની જાણકારી પ્રિયંકા ગાંધીના રાજકીય સલાહકાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આપી છે.

પ્રિયંકા ગાંધી એ દેશના સૌથી લોકપ્રિય નેતા છે. ત્યારે કાર્યકર્તાઓના આગ્રહને કારણે તેઓ મહારાષ્ટ્રમાંથી પણ લોકસભાની ચૂંટણી લડી શકે છે. એમ આચાર્ય કૃષ્ણમે જણાવ્યું હતું. તેમના આ નિવેદનને કારણે રાજ્યના રાજકારણમાં ઉથલ પાથલની શક્યતાઓ વર્તાઇ રહી છે. આચાર્ય કૃષ્ણમે એક સમાચાર પત્રને આપેલી મુલાકાતમાં આ વિધાન કર્યું હતું.

આગામી લોકસભાની પાર્શ્વભૂમી પર તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે ભાજપ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં અનેક જાણીતા ચહેરાઓ સામે લાવવામાં આવે તેવી શક્યતાઓ રેહલી છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. મહારાષ્ટ્રમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને કારણ અનેક ઉથલ પાથલ થશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં વહેતી થઇ છે.

પાછલાં ઘણાં સમયથી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે આક્રમક ભૂમીકા વ્યક્ત કરી સતત સરકારના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. ત્યારે હવે જો તેઓ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરે તો અહીનું રાજકારણ પણ ગરમાય તેવી શક્યતાઓ છે.

લોકસભાની ચૂંટણી 2024 માટે કોંગ્રેસ જોરદાર તૈયારી કરી રહી છે. કહેવાઇ રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રિય મહામંત્રી પ્રિયંકા ગાંધી ચૂંટણી જંગમાં ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ છે. જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરુ થઇ ગયો છે. અગાઉ પ્રિયંકા ગાંધી તેમના દાદી અને દેશના પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીના નકશે કદમ પર ચાલી તેલંગણામાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ થઇ રહી હતી. ત્યારે આખરે પ્રિયંકા ગાંધી કયાં રાજ્યમાંથી ચૂંટણી લડશે તે તો સમય જ બતાવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button