દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ

પુણે: દીપડાએ હુમલો કરતાં પાંચ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો હોવાની પુણે જિલ્લામાં બનેલી ઘટના બાદ સ્થાનિકોએ સુરક્ષાનાં કડક પગલાં લેવાની માગણી કરી હતી.

વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ શરુર તહેસીલમાંના પિંપરખેડ ગામમાં રવિવારે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલી બાળકીની ઓળખ શિવન્યા શૈલેષ બોમ્બે તરીકે થઈ હતી. બાળકી ઘર નજીકના ખેતરમાં કામ કરતા દાદાને પાણી આપવા જઈ રહી હતી.

આપણ વાંચો: Gir Somnath માં દીપડાએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત એક ઘાયલ, વન વિભાગ સક્રિય

જુન્નર ફોરેસ્ટ ડિવિઝનના અધિકારીએ જણાવ્યું હતું કે બાળકીના પરિવારનું ખેતર ઘર નજીક છે અને દાદાએ શિવન્યા પાસે પીવાનું પાણી મગાવ્યું હતું. પાણી લઈને બાળકી ખેતર તરફ જતી હતી ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. ગરદનથી પકડીને દીપડો બાળકીને ખેતરમાં ખેંચી ગયો હતો.

ઘટનાની જાણ થતાં અમુક લોકોએ દીપડાનો પીછો કર્યો હતો. બાદમાં બાળકીને છોડી દીપડો ભાગી ગયો હતો. ગરદન પર ગંભીર ઇજાને કારણે શિવન્યાને હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button