મહારાષ્ટ્ર

લાડકી બહેનોને 2100 રૂપિયા મેળવવા રાહ જોવી પડશે

હું મારી બહેનોને 2100 આપવા માગું છું, પણ પૈસા ઊભા કરવા પડશે: અજિત પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિધાનસભામાં મહાયુતિ સરકાર માટે ગેમ ચેન્જર બની ગયેલી ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 2.5 કરોડ મહિલાઓને લાભ મળ્યો છે.

આ યોજના હેઠળ, પાત્ર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ મહાયુતિના નેતાઓએ આગામી સમયમાં 2,100 રૂપિયા આપવાનું વચન આપ્યા બાદ, આ યોજનાથી સરકારી તિજોરી પર નાણાકીય બોજ વધશે એવી જે ચર્ચા થઈ હતી તે હવે સાચી પુરવાર થઈ રહી છે અને આનું ટેન્શન નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં ખાતું સંભાળતા અજિત પવારને પણ થઈ રહ્યું છે.

રાજ્યના નાણા પ્રધાન અજિત પવારે આ અંગે રવિવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે, હું 2100 આપીશ. મેં ના પાડી જ નથી. હું યોજના ચાલુ રાખવા માંગું છું, પણ મારે પણ હિસાબ બેસાડવો પડશે. અજિત પવારે બધા જ દેખાવ કરી શકાય છે, પરંતુ પૈસાનો દેખાવ કરી શકાતો નથી. તેઓ નાંદેડમાં એક સભામાં બોલી રહ્યા હતા.

આપણ વાંચો: શિંદે જૂથે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ અંગે સ્પષ્ટતા કરી…

ઘણા લોકો કહે છે કે સરકારના ખજાનામાં ખાડો પડી ગયો છે. કૃપા કરીને ગેરસમજ ના કરશો. મેં આપણા રાજ્યનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે, 7 લાખ 20 કરોડ રૂપિયાનું બજેટ. આમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી લોન પર વ્યાજ, પેન્શન, પગારનો સમાવેશ થશે. બાકીના પૈસા મારી લાડકી બહેનો માટે છે.

વિપક્ષ કહી રહ્યો હતો કે આ યોજના બંધ કરશે, પરંતુ એવું કશું થયું નથી. ઘણી સ્ત્રીઓ મને મળી હતી અને તેમણે મને 1500 રૂપિયાના 2100 રૂપિયા આપવા પણ કહ્યું, પણ મેં તેમને કહ્યું કે મેં ક્યારેય ના પાડી જ નથી. જ્યારે રાજ્ય સરકારની પરિસ્થિતિ વધુ અનુકૂળ થશે, ત્યારે તમને 2100 રૂપિયા આપવામાં આવશે. પણ હવે મેં બધું હિસાબ માંડ્યા છે.

જેમ તમે તમારા ઘરનો વહીવટ ચલાવતી વખતે તમારા માસિક ખર્ચની ગણતરી કરો છો, તેમ મારે રાજ્યના 13 કરોડ લોકોના 365 દિવસની ગણતરી કરવી પડે છે.

આપણ વાંચો: લાડકી બહેનની રકમ 2,100 રૂપિયા કરવાના ચૂંટણી વચનને પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ: શિંદે

ખેડૂતોને શું આપવું, કામદારોને શું આપવું, પછાત વર્ગોને શું આપવું, લઘુમતીઓને શું આપવું વગેરે વગેરે. બધા દેખાવ કરી શકાય છે, પણ પૈસાનો દેખાવ કરી શકાતો નથી. મને આપવામાં આવેલી યોજના સાથે હું આગળ વધવા માંગું છું. સરકાર આ યોજના ચાલુ રાખવા માંગે છે. તેથી અમે આ માટે નવા વિકલ્પો શોધી રહ્યા છીએ.

અમે કેટલીક બેંકોને તૈયાર કરી છે. જો તમે 50 હજારની લોન લઈને સાથે મળીને વ્યવસાય શરૂ કરવા માંગતાં હો લાડકી બહેનો, તો આ યોજનામાં સહભાગી મહિલાઓ ભેગી થાય અને 20 મહિલાઓ 50,000ને 20 વડે ગુણાકાર કરો, જે લગભગ 10 લાખ રૂપિયા થાય છે, તો તમે તમારો બિઝનેસ કરી શકો છો. લાડકી બહેન યોજનામાં વર્ષે 30 હજાર આવશે, તેમાંથી તમે તમારા લોનના હપ્તા ચૂકવી શકો છો. અજિત પવારે કહ્યું કે આ ઉકેલ રાજ્ય સરકાર દ્વારા શોધવામાં આવ્યો છે.

મરાઠવાડા માટે સારી જોગવાઈઓ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. એમ તેમણે કહ્યું હતું કે ગભરાવાનું કોઈ કારણ નથી. એવું ના વિચારો કે તિજોરીમાં કોઈ ખાડો પડ્યો છે. અજિત પવારે એમ પણ કહ્યું હતું કે તેઓ રાજ્યમાં નાણાકીય શિસ્ત લાદવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button