મહારાષ્ટ્ર

કુણાલના કારનામાઃ સ્ટુડિયો સાથે જે થયું તેના માટે પોતે જવાબદાર નથી, નવો વીડિયો શેર કર્યો

મુંબઈઃ સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મજાક ઉડાવતો વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થતા છેલ્લા બે દિવસથી તેના પર વિવાદ ચાલી રહ્યો છે.

કુણાલે જે જગ્યાએ તે ગીત ગાયું હતું તે હોટેલ અને સ્ટુડિયોની શિંદેસેનાના કાર્યકરો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એકનાશ શિંદે સહિત અનેક નેતાઓએ આ પ્રકરણે પોતાની પ્રતિક્રિયા પણ આવી હતી. કામરાએ હાલમાં માય સ્ટેટમેન્ટ એવી કેપ્શન આપતા એક પોસ્ટ કરી છે જેમાં તેણે કહ્યું છે કે જે જગ્યાએ મારો શો યોજવામાં આવ્યો હતો ત્યાં આવા પ્રકારના શોની જ જગ્યા છે. હોટેલ-સ્ટુડિયો સાથે જે થયું તે માટે પોતે જવાબદાર નથી.

આપણ વાંચો: એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી: સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ પોલીસે નોટિસ જારી કરી

ફરી કામરાએ વીડિયો શેર કર્યો

શિંદેસેનાના કાર્યકરો દ્વારા હોટેલ-સ્ટુડિયોની કરવામાં આવેલી તોડફોડ પર કામરાએ હાલમાં એક એડિટેડ વીડિયો શેર કર્યો છે જેમાં હમ હોંગે કંગાલ, હમ હોંગે કંગાલ એક દિન…મન મેં હૈ અંધવિશ્વાસ, દેશ કા સત્યાનાશ…એવું ગીત બેકગ્રાઉન્ડમાં વાગતું હોવાનું જણાય છે. હવે કુણાલે એક્સ પર ડિમોલિશનનો વીડિયો પોસ્ટ કર્યો છે.

જેમાં તેણે 23 માર્ચની રાત્રે સ્ટુડિયો ધ હેબિટેટ પર થયેલા હુમલા અને તે પછી જે રીતે બયાનબાજી ચાલી રહી છે તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં 23 માર્ચ અને 24 માર્ચના તમામ ફૂટેજ એડિટ કરવામાં આવ્યા છે.

https://twitter.com/kunalkamra88/status/1904466272450199742

કામરાએ પોતાના શો માટે નવી જગ્યા પસંદ કરી

ફડણવીસે કહ્યું હતું કે કામરાએ શિંદેની માફી માગવી જોઇએ, પરંતુ હું શિંદે અને અજિત પવારની માફી માગવાનો નથી. હું કોઇનાથી પણ ગભરાતો નથી. હું કંઇ છુપાઇને બેસી ગયો નથી. કામરાએ જ્યાં શો યોજ્યો ત્યાં તોડફોડ કરવામાં આવી હતી. હવે તેણે પોતાના નવા શો માટે જગ્યા પસંદ કરી છે.

કામરાએ કહ્યું હતું કે મેં મારા આગામી કાર્યક્રમ માટે એવી જગ્યા પસંદ કરી છે જેને તોડી પાડવાની ખરેખર ગરજ છે. મેં એલફિન્સ્ટન બ્રિજ અથવા મુંબઈની એવી ઇમારતને પસંદ કરી છે જેને તોડી પાડવાની ગરજ છે.

આપણ વાંચો: ‘હું માફી નહીં માંગું…’સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાનો જવાબ, પરિસ્થિતિ વણસે તેવા એંધાણ…

શિંદેએ કહ્યું હતું કે તેમની ટિપ્પણીઓ કોઇના વિરુદ્ધ બોલવા માટે સુપારી લીધી હોય એવી હતી ત્યાર બાદ પોલીસે કામરાને નોટિસ ફટકારી હતી. સ્ટેન્ડઅપ કોમેડિયનને ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે.

શિવસેના-યુબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે કામરાએ કોઇનું નામ લીધું નહોતું. તેણે ફક્ત કહ્યું હતું કે એક દાઢીવાળો ગુવાહાટી ગયો હતો અને તે ફડણવીસના હાથનો કઠપૂતળી હતો. શિંદેસેનાના લોકોએ શા માટે એવું માનવું જોઇએ કે તે તેમના નેતા માટે જ છે. આ માટે તોડફોડ કરવી કેટલી યોગ્ય છે.

હિંસા અને ધમકી આપવાનું યોગ્ય નહીં…

ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ પણ કામરાનો બચાવ કરતા કહ્યું હતું કે મતભેદ કેટલો પણ હોય, ઉશ્કેરણી પણ ભલે તીવ્ર હોય, પરંતુ તેની માટે હિંસા, ધમકી આપવી યોગ્ય નથી. કામરા સાથે જે થયું તે મહારાષ્ટ્રમાં નવું નથી.

મારી સાથે પણ 25 વર્ષ પહેલા આવું જ થયું હતું. શિવસેના દ્વારા મારી ઓફિસની પણ તોડફોડ કરાઇ હતી. મારા પર પણ હુમલો કરાયો હતો. મારી ફિલ્મના એક સંવાદ માટે મને પગે લાગીને માફી માગવી પડી હતી, એમ બંસલે વધુમાં જણાવ્યું હતું.

અભિનેત્રી અને રાજકારણી કંગના રનોટે પણ શિંદેનું અપમાન કરવા માટે કામરાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કોમેડીના નામે લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમના દ્વારા કરેલા કાર્યોની અવગણના કરવામાં આવી રહી છે.

તેઓ પોતાના દમ પર અહીં સુધી પહોંચ્યો છે જ્યારે તમારી (કામરા)ની ઓળખ શું છે. આપણે જે બોલે છે તેની જવાબદારી આપણને જ લેવી જોઇએ. બીજી તરફ ઇન્સ્ટાગ્રામ પર કામરાની તરફેણમાં અનેક પોસ્ટ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button