ખેદ હૈ: કોંકણ રેલવેની ટ્રેનો ચાર-પાંચ કલાક મોડી, કોંકણવાસીઓમાં નારાજગી…

મુંબઈ: આવતીકાલથી શરૂ થનારા ગણેશોત્સવનો ઉત્સાહ સમગ્ર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. કોંકણમાં પણ કંઇક આવો જ માહોલ છે. આથી ઘણા મુંબઈગરાઓ ગણેશોત્સવ દરમિયાન કોંકણ પોતાના ગામડે જવાનું પસંદ કરે છે.
આ કારણે કોંકણ જતી ટ્રેનોમાં એસટી અને ખાનગી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આટલું ઓછું હોય તેમ કોંકણ જતી એસટી બસ અને ટ્રેનો મોડી દોડવાને કારણે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
કોંકણ રેલવેએ આ વર્ષે ગણપતિ નિમિત્તે ઘણી ટ્રેનો છોડી છે, પરંતુ મોટાભાગની ટ્રેનો મોડી ચાલી રહી છે. કોંકણ રેલવે વેબસાઇટ પરના લાઇવ ટ્રેકર મુજબ, આઠથી દસ ટ્રેન એકથી પાંચ કલાક મોડી ચાલી રહી છે.
ગણેશોત્સવ નિમિત્તે, કોંકણ રેલવે સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. મુસાફરોના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ટ્રેનોને કોલાદ, માનગાંવ, વીર, ખેડ, ચિપલુણ, સાવરદા, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, કંકવલી, કુડાલ, સાવંતવાડી રોડ, મડગાંવ જંકશન, કારવાર અને ઉડુપી જેવા મુખ્ય સ્ટેશન અને કેટલાક અન્ય નાના ગામડાઓમાં હોલ્ટ આપવામાં આવ્યા છે. ઘણા બધા હોલ્ટ અને વધુ ટ્રેનો દોડવાને કારણે, ટ્રેક પર તણાવ આવવાથી ટ્રેનો મોડી દોડી રહી છે.
આ પણ વાંચો…આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે ભારતીય રેલવેએ કેટલી દોડાવી સ્પેશિયલ ટ્રેન?