ન્યાયાધીશોએ વધુ પડતું બોલવું ન જોઈએ! જસ્ટિસ નરસિંહાએ પૂર્વ CJI ચંદ્રચુડને આપી સલાહ? | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ન્યાયાધીશોએ વધુ પડતું બોલવું ન જોઈએ! જસ્ટિસ નરસિંહાએ પૂર્વ CJI ચંદ્રચુડને આપી સલાહ?

નાગપુર: તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યું દરમિયાન આપેલા જવાબોને કારણે તેમની ટીકા થઇ રહી છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન આપેલા અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ચુકાદા મામલે તેમણે કરેલી ટીપ્પણીની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. એવામાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ પી.એસ. નરસિંહાએ એક કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે છે કે નિવૃત્તિ પછી પણ ન્યાયાધીશોએ જાહેરમાં વધુ પડતું બોલવાની લાલચ ટાળવી જોઈએ.

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના બાર એસોસિએશન દ્વારા જસ્ટિસ ચાંદુરકર માટે આયોજિત સન્માન સમારોહને જસ્ટિસ નરસિંહાએ સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે ન્યાયાધીશોએ જાહેરમાં બોલવાને બદલે તેમના ચુકાદાઓ દ્વારા જ બોલવું જોઈએ. આજના સોશિયલ મીડિયાના યુગમાં દરેક શબ્દની નોંધ લેવામાં આવે છે, ત્યારે ન્યાયાધીશોએ તેમને આપેલા ચુકાદાઓમાં લખેલી વાતોથી વધુ જાહેરમાં બોલવાની લાલચ ટાળવી જોઈએ.

નોંધનીય છે કે પૂર્વ CJI ડીવાય ચંદ્રચુડ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય એસ. ઓકા પણ ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે કોલેજિયમના નિર્ણયો સહિત અનેક મુદ્દાઓ પર જાહેરમાં સવાલ ઉઠાવ્યા હતાં.

ન્યાયાધીશોએ જાહેરમંચ પરથી ગેરહાજર રહેવું જોઈએ:
વક્તવ્ય દરમિયાન જસ્ટિસ નરસિંહાએ કહ્યું, “એવું લાગે છે કે સોશિયલ મીડિયાને કારણે આપણને બોલવામાં સંયમ ગુમાવી રહ્યા છીએ છે. આજે, દરેક શબ્દની નોંધ લેવામાં આવે છે અને હાલના ન્યાયાધીશો તેનાથી પ્રભાવિત થઈ શકે છે. નિવૃત્તિ પછી ન્યાયાધીશો વિચારે છે, હવે મારા માટે બોલવાનો સમય છે, એ વધુ ખરાબ વાત એ છે. આવું ન થવું જોઈએ.”

જસ્ટિસ નરસિંહાએ કહ્યું, “મારું માનવું છે કે ન્યાય સુનિશ્ચિત કરવા માટે ન્યાયાધીશોએ (જાહેરમંચ પરથી) ગેરહાજર રહેવું જરૂરી છે. ન્યાયાધીશો જાહેરમાં દેખાતા ન હોવા જોઈએ; ન્યાયાધીશએ ચુકાદો આપવા સિવાય અન્ય કાર્યવાહીમાં હાજર ન રહેવું જોઈએ.”

આપણ વાંચો:  યુપીના માથાભારે નેતા સામે દીકરીઓએ માંડ્યો મોરચોઃ હાથ-પૈર મત કાટિયે, એક હી બાર મેં માર દિજિયે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button