જાલના મહાપાલિકાના કમિશનર 10 લાખની લાંચ લેતાં પકડાયા...
મહારાષ્ટ્ર

જાલના મહાપાલિકાના કમિશનર 10 લાખની લાંચ લેતાં પકડાયા…

જાલના: કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની કથિત લાંચ માગીને સ્વીકારવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ જાલના મહાનગરપાલિકાના કમિશનર સંતોષ ખાંડેકરની ધરપકડ કરી હતી.

એસીબીનાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ માધુરી કાંગણેએ જણાવ્યું હતું કે ખાંડેકરને મંગળવારની રાતે તાબામાં લેવાયા હતા. કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતાં તેમને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.

ધરપકડ બાદ એસીબીની ટીમે ખાંડેકરના સરકારી બંગલોમાં સર્ચ હાથ ધરી હતી. મોડી રાત સુધી ચાલેલી સર્ચ અંગે અધિકારીઓએ કોઈ માહિતી આપી નહોતી. ઑપરેશન હજુ ચાલી રહ્યું હોવાનું અધિકારીનું કહેવું છે.

ખાંડેકર અગાઉની જાલના નગરપાલિકાના ચીફ ઑફિસર હતા. 2023માં નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવવામાં આવ્યા પછી ખાંડેકરને કમિશનર બનાવવામાં આવ્યા હતા.

દરમિયાન ખાંડેકરની ધરપકડના સમાચાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક નાગરિકો અને અનેક સામાજિક કાર્યકરો એસીબીની ઑફિસ બહાર ભેગા થયા હતા. ઉજાણી તરીકે ફટાકડા ફોડી આનંદ મનાવાયો હતો. (પીટીઆઈ)

આ પણ વાંચો…મ્હાડાનો એક્ઝિક્યુટિવ એન્જિનિયર 40 હજારની લાંચ લેતાં પકડાયો

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button