મહારાષ્ટ્ર

બુલઢાણાના સેંકડો પોલીસ અધિકારીને ઈન્કમ ટૅક્સ વિભાગની નોટિસ…

બુલઢાણા: ઈન્કમ ટૅક્સ રિટર્ન્સ (આઈટીઆર) અયોગ્ય રીતે ભરવા બદલ બુલઢાણાના સેંકડો પોલીસ અધિકારીને ઈન્કમ ટૅક્સ વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી.

બુલઢાણાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા છઠ્ઠી નવેમ્બરે આ અંગે વાયરલેસ મેસેજ મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં જણાવાયું હતું કે 23 ઑક્ટોબરે આસિસ્ટન્ટ ઈન્કમ ટૅક્સ કમિશનરે 23 ઑક્ટોબરે એક પત્ર મોકલાવ્યો છે, જેમાં ઈન્કમ ટૅક્સ સર્વેમાં એવું જણાયું છે કે જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિષ્ણુ મુળે દ્વારા અયોગ્ય રીતે આઈટીઆર ભરવામાં આવ્યાં હોવાનું નોંધવામાં આવ્યું છે.

લેટર અનુસાર મુળેએ અનેક પોલીસ અધિકારીને તેમનાં આઈટીઆર ભરવામાં મદદ કરી હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથેની સાઠગાંઠથી સંબંધિત પોલીસ અધિકારીઓ દ્વારા અયોગ્ય અને બોગસ રિટર્ન્સ ફાઈલ કરવામાં આવ્યાં હતાં. બોગસ ડિડક્શન્સ દેખાડવામાં આવ્યાં હતાં. લેટર સાથે અયોગ્ય ટૅક્સ રિટર્ન્સ ભરનારાઓનું લિસ્ટ પણ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એસપીને મોકલાયેલા લેટરમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે લિસ્ટમાં જે અધિકારીઓનાં નામ છે તેમણે 10 નવેમ્બર, 2025 સુધીમાં યોગ્ય અને સુધારેલાં ઈન્કમ ટૅક્સ રિટર્ન્સ ભરી દેવાં. જો ભરવામાં નિષ્ફળ જાય તો આવકવેરા વિભાગ દ્વારા પગલાં લેવામાં આવશે.

આ લેટરમાં 1,633 નામ હોવાનું જાણવા મળ્યું હતું. લેટરની નોંધ લઈ અમે સંબંધિત અધિકારીઓને આઈટીઆર ફરી ફરવાની જાણ કરી હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button