મહારાષ્ટ્ર

પુણેમાં ગેરકાયદે બાંધકામોથી પાણી ભરાયું: PMRDAની લાલ આંખ!

પુણે: ટાઉન પ્લાનિંગ બોડીએ પુણેના એક આઇટી હબની આસપાસ ૧૩ સ્થળની ઓળખ કરી છે, જ્યાં બિલ્ડર અને અન્ય સંસ્થાઓએ નાળા અને ગટરોના કુદરતી પ્રવાહને અવરોધિત કર્યો છે અથવા તેને વાળ્યો છે, જેના પરિણામે આ મહિનાની શરૂઆતમાં જ પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે.

પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએમઆરડીએ) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે હિંજેવાડી અને આસપાસના વિસ્તારોમાં થયેલ ઉલ્લંઘન માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે અને કુદરતી ડ્રેનેજ સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસવે: ભારે વાહનો માટે ઘાટમાં સ્પીડ લિમિટ વધશે?

૯ જૂનના રોજ ભારે વરસાદ બાદ હિંજેવાડી આઇટી પાર્ક વિસ્તારમાં નિર્માણાધીન મેટ્રો રૂટ પર ભારે પાણી ભરાઈ ગયું હતું, જેના પગલે સ્થાનિકો અને ટેક હબ ખાતે વિવિધ કંપનીઓમાં કામ કરતા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. પીએમઆરડીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ૧૩ એવી જગ્યાઓ ઓળખી કાઢી છે જ્યાં નાળા અને ગટરના કુદરતી પ્રવાહને વાળવામાં આવ્યો હતો.

“પીએમઆરડીએ અને એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ) ની હદમાં આવતા ઘણા બિલ્ડરો, કંપનીઓ અને રહેવાસીઓએ એકપક્ષીય રીતે કુદરતી જળસ્ત્રોતોને અવરોધિત કર્યા છે અથવા વાળ્યા છે. ઘણા કિસ્સાઓમાં, અનધિકૃત બાંધકામો કરવામાં આવ્યા છે. સંબંધિત સંસ્થાઓને આ બાંધકામો દૂર કરવા અથવા કાર્યવાહીનો સામનો કરવા સૂચના આપવામાં આવી છે,” એમ તેમાં જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button