મહારાષ્ટ્ર

મેળામાં ફિલ્મો બતાવનાર છોકરો ધનંજય મુંડેનો ખાસ કેવી રીતે બન્યો? કોણ છે વાલ્મીક કરાડ?

મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા વાલ્મિક કરાડની આખરે ધરપકડ કરવામાં આવી છે. મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

વાલ્મિક કરાડ આ હત્યાનો માસ્ટર માઈન્ડ હોવાનો આરોપ છે. વાલ્મીક કરાડે આજે પુણેમાં સીઆઈડી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, પરંતુ હાલમાં તેની સામે હત્યા કેસની નહીં ખંડણીના કેસમાં કાર્યવાહી કરવામાં આવશે.

વાલ્મિક કરાડના પ્રધાન ધનંજય મુંડેના નજીકના ગણાય છે. આ વાલ્મિક કરાડ ધનંજય મુંડેના વિશ્ર્વાસુ કેવી રીતે બન્યા? તે મુંડે પરિવારના સંપર્કમાં કેવી રીતે આવ્યો? બીડ જિલ્લામાં તેમનો પ્રભાવ કેવી રીતે વધ્યો? કોણ છે વાલ્મિક કરાડ, તેના આતંક, ગુનાઓ, આરોપો?

આપણ વાંચો: અજિત પવાર: ‘કાયમી નાયબ મુખ્યમંત્રી’ એ મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થાન મજબૂત કર્યું

મુંડે પરિવારને કેવી રીતે મળ્યો?

વાલ્મિક કરાડ પરલી તાલુકાના પાંગરી ગામના વતની છે. ખેડૂત પરિવારમાં જન્મેલા વાલ્મિકની ઘરની પરિસ્થિતિ નબળી હતી. 10મા ધોરણ પછી તેઓ કોલેજના શિક્ષણ માટે પરલી આવ્યા હતા. થોડા પૈસા કમાવા માટે તે પરલીથી વીસીઆર ભાડે લેતો અને ગામના મેળામાં ફિલ્મો બતાવતો હતો.

તેના માટે તે ટિકિટના પૈસા લેતો હતો. આવી રીતે તેણે આર્થિક પ્રગતિ માટે સંઘર્ષ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે વાલ્મિક કરાડ ગોપીનાથ મુંડેના વિશ્ર્વાસુ ફુલચંદ કરાડના સંપર્કમાં આવ્યો હતો.

ફુલચંદ કરાડે તેને ગોપીનાથ મુંડેના ઘરે નોકરીએ રાખ્યો હતો. તે સમયે તેનું કામ ઘરને માટે દૂધ, શાકભાજી અને કરિયાણું લાવવાનું રહેતું હતું. તે ઘરના બધા જ કામ કરવા લાગ્યો. આમ કરીને તેમણે ગોપીનાથ મુંડેનો વિશ્ર્વાસ જીતી લીધો હતો.

ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ) ની પ્રથમ એકમ પરલીમાં કરાડ દ્વારા સિનિયર મુંડેના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી હતી.

આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ફેમિલી ડ્રામા…

2001માં કરાડે પરલી મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી લડી અને કોર્પોરેટર અને ત્યારબાદ ડેપ્યુટી મેયર બન્યો હતો.

ગોળી ખાધી અને વિશ્ર્વાસ વધ્યો

વાલ્મીક કરાડને પરલી થર્મલ પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા હતા. તેની પાછળ એક મોટું નામ હોવાથી બીડ જિલ્લામાં તેનો પ્રભાવ ધીમે ધીમે વધતો ગયો. વૈદ્યનાથ કોલેજના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વર્ષ 1995માં ચૂંટણી કરવામાં આવી હતી.

ત્યારે પ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભામાં હોબાળો થયો હતો. સભામાં રેલી ચાલી રહી હતી ત્યારે તત્કાલિન પોલીસ અધિકારી નાગરગોજેની બંદૂકમાંથી નીકળેલી ગોળી વાલ્મિક કરાડના પગમાં વાગી હતી. તે પછી ગોપીનાથ મુંડેનો તેમના પરનો વિશ્ર્વાસ વધુ દૃઢ થયો હતો.

મિત્રતા મજબૂત બની

ગોપીનાથ મુંડે માટે કામ કરતી વખતે, વાલ્મિક ગોપીનાથ મુંડેના મોટા ભાઈ પંડિત અણ્ણા મુંડેના સંપર્કમાં આવ્યો હતો. તે પંડિત અણ્ણાનો પણ ખાસ માણસ બની ગયો હતો. પંડિત અણ્ણાના પુત્ર ધનંજય મુંડે સાથે વાલ્મિકની સાથે ટ્યૂન મેચ થઈ જતાં બંને મિત્રો બની ગયા હતા.

આપણ વાંચો: આગ બાંગ્લાદેશમાં, તાપ મહારાષ્ટ્રના રાજકારણમાં

ધનંજય મુંડેએ જ્યારે ગોપીનાથ મુંડેનો સાથ છોડ્યો પછી, વાલ્મિક કરાડ ધનંજય મુંડેની સાથે રહ્યો હતો. તેણે રાજકારણમાં સારું પ્રદર્શન કર્યું હતું. પરલીમાં તેનો આતંક સર્જાયો હતો.

ધનંજય મુંડે સાથેની વાલ્મિક કરાડની મિત્રતા ગાઢ બની હતી. છેલ્લા દસ વર્ષમાં જિલ્લાના રાજકારણમાં ધનંજય મુંડેનું વજન વધ્યા પછી વાલ્મિક કરાડના શબ્દોને પણ માન મળવા લાગ્યું. વાલ્મિક કરાડ આખરે હવે પોલીસ કસ્ટડીમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button