બોલો, હિંગોલીમાં ડેમનો વીજ પુરવઠો કપાયો, જાણો કારણ?

છત્રપતિ સંભાજીનગર: મધ્ય મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ૧.૪૭ કરોડ રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી હોવાને કારણે સિદ્ધેશ્વર બંધનો વીજ પુરવઠો છેલ્લા ૧૫ દિવસથી કાપી નાખવામાં આવ્યો છે, એમ એમએસઈડીસીએલના એક અધિકારીએ જણાવ્યું હતું.
પૂર્ણા નદી પર બનેલો આ બંધ હિંગોલીના ઔંધા નાગનાથ અને વાસમત તાલુકાઓ અને નાંદેડના કેટલાક ભાગોને સિંચાઈ કરે છે.
‘સંજીવની અભિયાન’થી મહારાષ્ટ્રના હિંગોલીમાં કેન્સરનું વહેલું નિદાન શક્ય
હાલમાં આ પ્રોજેક્ટમાં વીજળીનો પુરવઠો નથી. “મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની (એમએસઈડીસીએલ) એ ડેમને બે કનેક્શન આપ્યા છે. પરંતુ સિંચાઈ વિભાગ અને સ્થાનિક નાગરિક સંસ્થા દ્વારા વીજળીના વપરાશના બિલ ચૂકવવામાં આવ્યા નથી. બે વર્ષમાં રૂ. ૧.૪૭ કરોડનું બિલ બાકી છે,” એમ અધિકારીએ જણાવ્યું હતું.
અનેક નોટિસો છતાં બિલ ચૂકવવામાં આવ્યા ન હતા, તેથી ૧૫ દિવસ પહેલા વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. પહેલી જૂનથી ડેમમાં ૧૦.૭૫ મિલિયન ક્યુબિક મીટર પાણી આવ્યું છે અને હાલમાં તેમાં ૧૯.૮૨ એમસીએમ પાણી છે, જે તેની ક્ષમતાના ૨૪.૪૮ ટકા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.