મહારાષ્ટ્ર

સરકારનો યુ-ટર્નઃ શિંદેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાં કરાયા સામેલ

મુંબઈ: રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાંથી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને બાકાત રાખવામાં આવ્યા બાદ મહાગઠબંધનમાં તિરાડ પડવાની ચર્ચા થઈ હતી. જોકે, બાદમાં રાજ્ય સરકારે આ નિર્ણય બદલ્યો છે. હવે એકનાથ શિંદેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાં સમાવવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.

આ સમિતિની રચના જુલાઈ ૨૦૦૫માં મુંબઈમાં આવેલા પૂર પછી કરવામાં આવી હતી. કટોકટીની પરિસ્થિતિઓમાં આ સમિતિ મુખ્ય પ્રધાનના નેતૃત્વ હેઠળ સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરવાનું કામ કરે છે અને રાજ્યના મુખ્ય પ્રધાન આ સમિતિના અધ્યક્ષ હોય છે. તે મુજબ આ સમિતિનું અધ્યક્ષપદ હવે દેવેન્દ્ર ફડણવીસે સંભાળી લીધું છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણઃ ફડણવીસને મળ્યા ઉદ્ધવ જૂથના નેતા, જાણો સિક્રેટ?

નવી સમિતિમાં નાણાપ્રધાન અજિત પવાર સહિત મહેસૂલ, મદદ અને પુનર્વસન, આપત્તિ વ્યવસ્થાપન અને આરોગ્ય સમિતિઓના પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ એકનાથ શિંદેને આ સમિતિમાં સ્થાન મળ્યું ન હતું. આનાથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે આનાથી ગઠબંધનમાં મતભેદ થઈ શકે છે. તેથી, હવે નિયમોમાં ફેરફાર કરીને એકનાથ શિંદેને આ સમિતિમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી રાજકીય વર્તુળોમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેના મતભેદો અંગે ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં, શિવસેના અને ભાજપ વચ્ચે પાલક પ્રધાન પદની વહેંચણીને લઈને ઘર્ષણ થયું હતું. તે સમયે, એકનાથ શિંદે ગુસ્સે થઇ તેમને વતન જતા રહ્યા હતા. અંતે, આ પદ માટેની નિમણૂક મુલતવી રાખવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button