મહારાષ્ટ્ર

બોલો, લોકપ્રિય પોપ બેન્ડના સભ્યોને મળવા 3 સગીરાએ પોતાના અપહરણનું નાટક ઘડ્યું, જાણો ક્યાં બન્યો કિસ્સો?

છત્રપતિ સંભાજીનગર: લોકપ્રિય બીટીએસ પોપ બેન્ડના સભ્યોને મળવા અને દક્ષિણ કોરિયા જવા માટે નાણાં ભેગા કરવા મહારાષ્ટ્રના એક ગામની ત્રણ સગીરાએ પોતાના જ અપહરણનું નાટક ઘડી કાઢી પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું.

દક્ષિણ કોરિયા જવા અને પોતાના મનપસંદ કે-પોપ બેન્ડના સભ્યોને મળવા માટે સગીરાઓએ પૈસા કમાવવા પુણે જવાની યોજના બનાવી હતી. સગીરાઓમાં એક ૧૧ વર્ષની અને બે ૧૩ વર્ષની હતી, એમ ઓમર્ગા પોલીસ સ્ટેશનના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા રચ્યું અપહરણનું નાટક, પરિવાર પાસેથી વસૂલી ખંડણી ને પછી…

૨૭મી ડિસેમ્બરે ધારાશીવ પોલીસને હેલ્પલાઇન નંબર પર ફોન આવ્યો હતો કે એક વ્યક્તિ ત્રણ છોકરીઓને સ્કૂલ વેનમાં જબરદસ્તીથી ઓમર્ગા તાલુકાથી લઇ જઇ રહી છે. પોલીસ તાકીદે કાર્યવાહી શરૂ કરી હતી અને એ મહિલાનો નંબર પણ મેળવ્યો હતો જે ઓમર્ગાથી પુણે એસટી બસમાં જઇ રહી હતી.

બસ સોલાપુર જિલ્લાના મોહોલમાંથી પસાર થઇ રહી હતી ત્યારે બસને ટ્રેક કરવામાં આવી હતી. ઓમર્ગા પોલીસ મોહોલમાં તેમના સમકક્ષોના અને તે મહિલાના સંપર્કમાં હતા જે મોહોલ બસ સ્ટેન્ડ પર દુકાન ચલાવતી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો: દસ વર્ષની બાળકીએ રાજકોટ પોલીસને દોડતી કરી દીધી…

ત્રણ સગીરાઓને બસમાંતી મહિલાના મદદથી નીચે ઊતારવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનમાં લઇ જવાઇ હતી. ઓમર્ગા પોલીસની ટીમ સગીરાઓના માતાપિતાની સાથે ત્યાં પહોંચ્યા હતા. પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓએ સાઉથ કોરિયા જવા અને બીટીએસ પોપ બેન્ડના સભ્યોને મળવા પુણે કમાવવાની યોજના બનાવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button