આપણું ગુજરાત

દસ વર્ષની બાળકીએ રાજકોટ પોલીસને દોડતી કરી દીધી…

રાજકોટઃ રાજકોટના પોપટપરા જેલ નજીક આવેલા કૃષ્ણ નગરમાં આંગણવાડીમાંથી 2 બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે એવા સમાચાર આવતા જ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

મળી રહેલી માહિતી પ્રમાણે થાર કારમાં આ આ બાળકીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અને એમાંથી એક બાળકી બચી ગઈ હતી અને એણે જ માહિતી આપી હતી કે એક જ બ્લેક કલરની થાર કરા આવી અને એમાં સવાર ત્રણ વ્યક્તિઓએ બંને બાળકીઓનું અપહરણ કર્યું હતું. આગળ જઈને તેમણે છોડી દેવામાં આવી ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો,અપહરણકારોની તપાસ કરવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે.


પરંતુ બાળકીની વાતમાં કડીઓ ખૂટતી હોવાથી પોલીસ તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા થઈ અને સીસીટીવી ફૂટેજ તેમ જ બીજી બાળકી બચી ગયેલી બાળકીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન પોલીસની શંકા સાચી નીકળી હતી અને જાણવા મળ્યું હતું કે હકીકતમાં બાળકીનું અપહરણ થયું જ નહોતું. બાળકીને ટ્યુશન જવું નહોતું અને એ માટે તેણે આ અપહરણનું નાટક રચ્યું હતું. ત્યાર બાદ આ 10 વર્ષીય બાળકીના કથિત અપહરણનો મામલો થાળે પડ્યો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


શહેરમાં જ્યારે પણ આવી કોઈ ઘટના બની હોવાની માહિતી મળે એટલે સ્વાભાવિક છે કે લોકોમાં ચકચાર મચી જાય અને લોકો જાત-જાતની વાતો થવા લાગે. પરંતુ આ આખી ઘટના માતા-પિતાઓ માટે આંખો ખોલી નાખનારી છે.


ટ્યુશન ન જવા જેવા ક્ષુલ્લક કારણોસર દસ વર્ષની બાળકી પોતાના બનાવટી અપહરણની સ્ટોરી ઊભી કરી શકે તો આખરે એવા કયા કારણો છે કે જે તેને આવું કરવા માટે પ્રેરે છે. ટીવી અને મોબાઈલ લોકોના મગજ ક્રિમિનલ બનાવે છે અને બાળ માનસ પર કેવી અસર છોડે છે એ આપણને વિચારતા કરી મૂકે છે. મામલાની ગંભીરતા સમજીને ગણતરીની કલાકોમાં આ આથો કેસ ઉકેલીને પોલીસ તંત્રએ ઉમદા કામગીરી નિભાવી હતી.


ડીસીપી સુધીર કુમાર દેસાઈએ આ કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે 10 વર્ષીય બાળકી ઇનોવેટીવ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તે 8:45 કલાકની આસપાસ ઘરેથી ટ્યુશન જવા નીકળી હતી. બાળકીને ટ્યુશનમાં જવું ન હોઈ તેમજ હોમ વર્ક બાકી હોવાથી નાટક રચ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button