થાણેમાં હાઉસિંગ કોમ્પ્લેક્સ નજીક વૃક્ષો કાપવા બદલ પાંચ સામે ગુનો

થાણે: થાણેમાં હાઉસિંગ કોમ્પ્લેક્સ નજીક પાલિકાની પરવાનગી વિના વૃક્ષો કાપવા બદલ રિયલ એસ્ટેટ ફર્મના મેનેજમેન્ટના ચાર સભ્ય અને માટી ખોદવા માટેના મશીનના ઑપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓને પરવાનગી વિના ભાયંદરપાડા વિસ્તારમાં 4 માર્ચે હાઉસિંગ કોમ્પ્લેક્સ નજીકના પ્લોટ પર આઠ વૃક્ષ કાપવામાં આવ્યાં હતાં.
આપણ વાંચો: પરેલ સ્ટેશન પાસે 78 વૃક્ષો કાપવાને લઈને વિવાદ ઘેરાયો, મુંબઈગરા નારાજ
થાણે પાલિકાના ગાર્ડન ઇન્સ્પેક્ટરે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે શુક્રવારે પાંચ વ્યક્તિ વિરુદ્ધ મહારાષ્ટ્ર (શહેરી વિસ્તારો) પ્રોટેક્શન એન્ડ પ્રિઝર્વેશન ઓફ ટ્રીસ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2021 અને મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ, 1995 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)