મહારાષ્ટ્ર

બીડમાં અભિનેતા સયાજી શિંદેના ‘સહ્યાદ્રી દેવરાઈ’ પ્રોજેક્ટમાં આગઃ હજારો વૃક્ષોને નુકસાન

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં અભિનેતા સયાજી શિંદેના પ્રોજેક્ટ સાઇટ પર આગ લાગવાથી વૃક્ષોને નુકસાન થયું હોવાનું એક અધિકારીએ જણાવ્યું છે.

પાલવન ગામમાં ‘સહ્યાદ્રી દેવરાઈ’ પ્રોજેક્ટમાં બુધવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ લાગેલી આગમાં કોઈને ઈજા થઈ નથી. બિડમાં ફાયર એન્જિન બગડેલું હોવાથી આગ ઓલવવા માટે ગેવરાઈ ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી હતી અને તેમણે દોઢ કલાકમાં આગને કાબુમાં લાવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પાલવન પ્લાન્ટેશન સાઇટ પર ઓગસ્ટ ૨૦૧૭ માં કામ શરૂ થયું હતું. પ્રોજેક્ટ હેઠળ ૪૦ હેક્ટરમાં લગભગ ૧.૬૫ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, એમ સહ્યાદ્રી દેવરાઈની વેબસાઇટ પર જણાવાયું છે.

અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના સભ્ય અભિનેતા અને વૃક્ષપ્રેમી શિંદેએ ગયા મહિને કહ્યું હતું કે જો સરકાર ઓક્ટોબર ૨૦૨૬માં શરૂ થનારા કુંભ મેળા પહેલા નાસિકના તપોવન વિસ્તારમાં વૃક્ષો દૂર કરીને ‘સાધુ ગ્રામ’ બનાવવા પર અડગ રહેશે તો તેઓ તેનો વિરોધ કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button