જાલનામાં ભીષણ અકસ્માત: કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતા ચારનાં મોત

જાલના: મહારાષ્ટ્રના જાલનમાં આજે ઊભેલી ટ્રકને ભીષણ ટક્કર મારવાના કિસ્સામાં મોટો અકસ્માત સર્જાયો હતો. મધ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે બપોરે કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતાં એક જ પરિવારના ત્રણ સભ્ય સહિત ચાર વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું એમ પોલીસે જણાવ્યું હતું.
સોલાપુર – ધૂળે રોડ પર બપોરે એક વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિને ઈજા થઈ હતી.એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકો અક્કલકોટમાં દર્શન કરી છત્રપતિ સંભાજી નગર પરત ફરી રહ્યા હતા. અંબાડ તાલુકાના મહાકાલ ગામમાં ટ્રક ખોટવાઈ જતા રસ્તા પર ઊભી રહતી ત્યારે કારએ પાછળથી ટક્કર મારી હતી.
આપણ વાંચો: મુંબઈના દરિયામાં ફરી અકસ્માતઃ માછીમારોની બોટ સાથે શિપ ટકરાઈ
દુર્ઘટનામાં અનિતા પરશુરામ કુંટે (48), ભાગવત ચોરે (47), સૃષ્ટિ ભાગવત ચોરે (13) અને વેદાંત ભાગવત ચોરે (11)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
કાર ચલાવી રહેલા પરશુરામ કુંટે અને છાયા ચોરેને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને છત્રપતિ સંભાજી નગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વ્યસ્ત હાઇવે પરનો ટ્રાફિક લગભગ બે કલાક સુધી ખોરવાયો હતો. ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે.
(પીટીઆઈ)