મહારાષ્ટ્ર

માધવ નેત્રાલય માટે ફડણવીસે કહ્યું કે પ્રજ્ઞાચક્ષુઓ માટે બનશે….

નાગપુરઃ આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે નાગપુરની મુલાકાતે આવેલા પીએમ મોદીએ માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના નવા એક્સ્ટેંશન બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ત્યાં હાજર હતા.

તેમણે કહ્યું હતું કે માધવ નેત્રાલય દાયકાઓથી લોકોની સેવામાં કાર્યરત છે. આ નેત્રાલય ટૂંક સમયમાં જ દેશભરના લોકો માટે ઉપયોગી સંસ્થા તરીકે ઉભરી આવશે.

નેત્રાલયના શિલાન્યાસ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે ગર્વ વ્યક્ત કરતા કહ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુઓને દૃષ્ટિ આપવાથી વિશેષ કોઈ ઈશ્વરીય કાર્ય નથી. આ પહેલા પોતાના એક્સ પોસ્ટમાં સીએમએ પીએમ મોદીને ‘વિકસિત ભારતના આર્કિટેક્ટ’ ગણાવ્યા હતા.

આપણ વાંચો: PM Modi એ એકતાનગરમાં રૂ. 280 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો, જૂઓ વીડિયો…

ફડણવીસે આગળ ઉમેર્યું હતું કે સંઘના સ્વયંસેવકો છેલ્લા ૩૦ વર્ષથી આ કામ કરી રહ્યા છે. નાગપુરનું માધવ નેત્રાલય આગામી થોડા વર્ષોમાં માત્ર વિદર્ભ અને મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર મધ્ય ભારતના આંખના દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ સંસ્થા તરીકે ઉભરી આવશે.

માધવ નેત્રાલયનો શિલાન્યાસ કરીને પોતાના સંબોધનમાં વડા પ્રધાને લોકોને નવરાત્રી અને ગુડી પાડવાની શુભેચ્છાઓ આપી હતી.

આ પછી તેમણે આરએસએસના સ્થાપક ડૉ. હેડગેવાર અને ગોલવલકર અને બંધારણના નિર્માતા ડૉ. આંબેડકરને યાદ કર્યા. તેમણે એમ પણ કહ્યું કે ઈતિહાસમાં ભારતે ઘણું સહન કર્યું પરંતુ નવા સામાજિક આંદોલનોને કારણે દેશની ચેતનાને ક્યારેય ઠેસ પહોંચી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button