મહારાષ્ટ્ર

કાંદાના કકળાટનો અંત?: કેન્દ્રિય પ્રધાન અબ્દુલ સત્તારે વેપારીઓને કહ્યું…

નવી દિલ્હીઃ નાશિક બજાર સમિતીના વેપારીઓ દ્વારા છેલ્લાં અનેક દિવસથી કાંદાની ખરીદી બંધ કરવામાં આવી છે અને એને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. કાંદાનો પુરવઠો ખોરવાતા કાંદાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. આ બાબતે વારંવાર પ્રધાનો અને સંબંધિત વેપારીઓ વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ વેપારીઓ પોતાની ભૂમિકા પર મક્કમ છે.

નાશિકમાં વેપારીઓએ 20મી સપ્ટેમ્બરથી કાંદા ખરીદી બંધ કરવામાં આવી છે. નાફેડથી ખરીદેલા કાંદા ઓછા ભાવે પણ વેપારીઓ અન્ય રાજ્યના વેપારીઓને વેચી રહ્યા છે, જેને કારણે કાંદાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, એવું વેપારીઓનું કહેવું છે. આ ઉપરાંત બજાર સમિતિમાં પણ લાદવામાં આવેલી ખરીદી ફી રદ કરીને બજાર ફી પણ એક ટકા પરથી ઘટાડીને અડધો ટક્કો કરવામાં આવે એવી માગણી વેપારીઓ કરી રહ્યા છે.

કાંદા ખરીદીની આ મડાગાંઠ ઉકેલવા માટે શુક્રવારે પણ દિલ્હીમાં એક મીટિંગ કરવામાં આવી હતી. કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલ, ભારતી પવાર અને રાજ્યના પણન કેન્દ્રિય પ્રધાન અબ્દુલ સત્તાર સાથે આ બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં અબ્દુલ સતારે વેપારીઓને કાંદા ખરીદવાનું શરુ કરવાની માગણી કરી હતી.

અબ્દુલ સત્તારે જણાવ્યું હતું કે બે લાખ ટન કાંદા ખરીદી કરવાની પરવાનગી ગોયલે આપી છે. વેપારીઓની એવી માગણી હતી કે કાંદાના ભાવ નક્કી કરવામાં આવે. 545 માર્કેટ કમિટીમાંથી માહિતી લઈને આજનો 2,290નો ભાવ આવ્યો છે. સરકારની માગણી પ્રમાણે જે જે ભાગમાં કાંદા બાકી હશે ત્યાં ત્યાં ખરીદીની પરવાનગી આપવામાં આવશે.

રૂપિયા 400 કરોડના કાંદાની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે, જેને કારણે ખેડૂતોને ફાયદો થશે. 40 ટકા બાબતે અમે સરકારને વિનંતી કરી છે. મારું એવું માનવું છે કે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને અમે વેપારીઓને બોલાવીને યોગ્ય તે નિર્ણય લેશું. પ્રસાર માધ્યમોના માધ્યમથી વેપારીઓને કાંદાની ખરીદી શરૂ કરવાની વિનંતી પણ અબ્દુલ સત્તારે કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button