મહારાષ્ટ્ર

ઝડપી અને પારદર્શક કારભાર માટે મહારાષ્ટ્રમાં ‘ઈ-કેબિનેટ’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રમાં ઝડપી અને પારદર્શક કારભાર માટે ‘ઈ-કેબિનેટ’ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈ-કેબિનેટથી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો પોર્ટલ દ્વારા લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના કારભારને ગતિશીલ અને પારદર્શક બનાવવા પર ભાર મૂક્યો છે અને કૅબિનેટના નિર્ણયો તાત્કાલિક લોકો સુધી પહોંચાડવા અને સામાન્ય લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો છે. આ અંગેની રજૂઆત મંગળવારે કેબિનેટની બેઠક બાદ રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિકે કરી હતી.

આપણ વાંચો: વાલ્મીક કરાડે આત્મસમર્પણ કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

‘ઈ-કેબિનેટ’એ રાજ્ય સરકારની પર્યાવરણને અનુકૂળ પહેલ છે. આ સંપૂર્ણ આઈસીટી સોલ્યુશન કેબિનેટની બેઠકો માટે કાગળના મોટા પાયે ઉપયોગને ઘટાડવામાં નિમિત્ત બનશે. આ ગ્રીન પહેલ હેઠળ પેપરલેસ કેબિનેટની બેઠકો સ્માર્ટ ટેબ્લેટ દ્વારા સરળતાથી આયોજિત કરી શકાય છે.

આ વ્યવસ્થાના કારણે પ્રધાનો માટે અત્યંત સુલભ ડેશબોર્ડ ઉપલબ્ધ રહેશે. તે જ સમયે, જરૂરી સંદર્ભો શોધવા, કામના મુદ્દાઓ જોવા અને લીધેલા નિર્ણયોના અમલીકરણની સમીક્ષા કરવી સરળ બનશે.

આપણ વાંચો: પાટનગર પોલિટિક્સઃ દેવેન્દ્ર ફડણવીસે મોદી સાથેની ચર્ચાની વિગતો જણાવી!

ઈ-કેબિનેટ, કેબિનેટની બેઠકો, નિર્ણયો અને સંબંધિત દસ્તાવેજોને સાચવશે. કેબિનેટના નિર્ણયો અને તેના સંદર્ભો શોધવામાં સરળતા રહેશે. આ સિસ્ટમ સંપૂર્ણ રીતે ડિજિટલ છે અને તેના દ્વારા દરેક પગલા સરળતાથી પૂર્ણ થશે. આ સિસ્ટમ અત્યાર સુધી યોજાયેલી પરંપરાગત કેબિનેટ બેઠકોમાં આવતી વિવિધ મુશ્કેલીઓને દૂર કરી શકે છે.

કેબિનેટ સમક્ષ રજૂ થનારી દરખાસ્તનું ઓનલાઈન અપલોડ કરવું, તેને ચર્ચા અને નિર્ણય માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવું, તેના પર અંતિમ નિર્ણય લેવા અને તેને લગતા તમામ રેકોર્ડ રાખવા વગેરે પ્રક્રિયા સરળતાથી થઈ જશે. સુશાસન હાંસલ કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button