એકનાથ શિંદેના X એકાઉન્ટ પરથી પાકિસ્તાનના ઝંડા વાળી પોસ્ટ! હેકર્સે કેમ કરી આવી હરકત? | મુંબઈ સમાચાર
નેશનલમહારાષ્ટ્ર

એકનાથ શિંદેના X એકાઉન્ટ પરથી પાકિસ્તાનના ઝંડા વાળી પોસ્ટ! હેકર્સે કેમ કરી આવી હરકત?

મુંબઈ: આજે રવિવારે સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના X હેન્ડલથી પાકિસ્તાન અને તુર્કીના ઝંડા સાથે પોસ્ટ થતા ખડભડાટ મચી ગયો હતો, બાદમાં જાણવા મળ્યું કે તેમનું અકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ હાલ એકાઉન્ટ રિકવર કરી લેવામાં આવ્યું છે અને વાંધાજનક પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, ત્યારે સવારે અજાણ્યા હેકર્સે પાકિસ્તાન અને તુર્કીના ઝંડા સાથે ફોટોગ્રાફ્સ સાથેની પોસ્ટ લાઇવ-સ્ટ્રીમ કરી હતી.

એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું:

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઓફીસના અધિકારીઓના જણાવ્યા મુજબ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાનના એક્સ હેન્ડલના ઇન્ચાર્જે એકાઉન્ટ રીકવર કર્યું છે.

અધિકારીના જણાવ્યા મુજબ એકાઉન્ટ રિકવર કરવા માત્ર 30 થી 45 મિનિટનો સમય લાગ્યો હતો. હાલ એકાઉન્ટ સામાન્ય રીતે કાર્ય કરી રહ્યું છે. હેકિંગ દરમિયાન કોઈ સંવેદનશીલ માહિતી સાથે ચેડા કરવામાં આવ્યા નથી.

મહારાષ્ટ્ર સાયબર સેલ હેકિંગની આ ઘટનાની તપાસ કરશે, તેની પછાળ કોણ જવાબદાર છે અને શા માટે આવી હરકત કરવામાં આવી હતી તેની તપાસ હાથ ધરવામાં આવશે.

છેલ્લા ઘણા સમયથી સેલિબ્રીટીઝ અને રાજકીય નેતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સાયબર એટેક કરવામાં આવી રહ્યો છે. જેને કારણે સાયબર સિક્યોરિટી સામે સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો…થાણેકરોને નવરાત્રીમાં રાહતઃ એકનાથ શિંદેના આદેશ બાદ ટ્રાફિક નિયમોમાં થયા આ ફેરફાર

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button