દિશાનું ‘મર્ડર’ યા ‘મોત’: સતીશ સાલિયનના વકીલે કર્યાં વિસ્ફોટ દાવા, ફરિયાદમાં આરોપીઓ કોણ?

મુંબઈઃ દિશા સાલિયનના મૃત્યુ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે, જેમાં દિશાના પિતા સતીશ સાલિયન સાથે વકીલ આજે પોલીસ કમિશનર કચેરીમાં જઈને ફરિયાદ કરી હતી. સતીશ સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ કમિશનરની કચેરી બહાર કહ્યું હતું કે આજે અમે સીપી ઓફિસમાં એક લેખિતમાં ફરિયાદ આપી છે અને જેસીપીએ એને સ્વીકારી છે અને આ ફરિયાદ હવે એફઆઈઆર છે. આ ફરિયાદમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેના દીકરા અને પૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેને દિશાના મોત માટે આરોપી ગણાવ્યા છે.
આપણ વાંચો: દિશા સાલિયન કેસ પર ફડણવીસનું નિવેદન, સરકાર કોર્ટના આદેશ મુજબ કાર્ય કરશે
ફરિયાદમાં આરોપીઓ કોણ છે?
દિશા સાલિયન કેસમાં હવે આરોપી ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના-યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે, ડિનો મોરિયા, સૂરજ પંચોલી અને તેના બોડીગાર્ડ, પરમબીર સિંહ, સચિન વાઝે અને રિયા ચક્રવર્તી છે. આ તમામ લોકો ફરિયાદમાં આરોપી બતાવ્યા છે. વકીલે કહ્યું હતું કે પરમબીર સિંહ આ કેસને કવરઅપ કરનારા મુખ્ય માસ્ટરમાઈન્ડ હતા.
તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આદિત્ય ઠાકરેને બચાવવા માટે જુઠ્ઠુ બોલ્યા હતા. એનસીબીના તપાસપત્રમાં સાબિત થાય છે કે આદિત્ય ઠાકરે ડ્રગ્સ કારોબારમાં સામેલ હતા. એનો વિગતવાર ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: દિશા સાલિયન મૃત્યુ કેસના વિધાનસભામાં પ્રત્યાઘાત; આદિત્ય ઠાકરેની ધરપકડની જોરદાર માગણી…
કોણ હતી દિશા સાલિયન અને કોની સાથે કામ કર્યું?
દિશા સાલિયન કોર્નરસ્ટોન સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ નામની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં એન્ટરટેઈન્મેન્ટ ટેલેન્ટ મેનેજમેન્ટી ટીમનો ભાગ હતી. દિશા સાલિયને સુશાંત સિંહ રાજપૂત, વરુણ શર્મા, રિયા ચક્રવર્તી અને કોમેડિયન ભારતી સિંહ માટે પણ કામ કર્યું હતું. અગાઉ થોડા સમયગાળા માટે ઐશ્વર્યા રાય-બચ્ચન સાથે પણ કામ કર્યું હતું.
દિશા સાલિયન દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મેનેજર હતી. તેનું મોત આઠમી જૂન, 2020ના એક બિલ્ડિંગની 14મા માળેથી પડતા થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: દિશા સાલિયન કેસ ખૂલતા મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલ થવાના એંધાણ…
દિશા સાલિયનના પિતાએ પણ કરી મોટી વાત
આ કેસમાં તેના બોયફ્રેન્ડની પણ તપાસ પણ કરવામાં આવી હતી. દિશા સાલિયનના મોતના એક અઠવાડિયા પછી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી.
દિશા સાલિયનના મોતનો મુદ્દો સૌથી પહેલા એકનાથ શિંદે નેતૃત્વ હેઠળના વિધાનસભ્યએ ઉઠાવ્યો હતો. ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ પૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે પર આક્ષેપ લગાવ્યો હતો, ત્યારથી દિશા સાલિયનના મોત માટે આદિત્ય ઠાકરેનું નામ જોડવામાં આવે છે.
આદિત્ય ઠાકરેએ અગાઉ શું આપ્યો હતો જવાબ?
હવે ફરી આ કેસ ઓપન થઈ રહ્યો છે ત્યારે અગાઉ દિશા સાલિયનના પિતાએ પણ કોર્ટમાં અરજી કરી હતી. અગાઉ સતીશ સાલિયને કહ્યું હતું કે મારી દીકરીના શરીર પણ કોઈ ઈજાના નિશાન પણ નહોતા.
આટલી ઊંચાઈ પરથી પડવા છતાં તેના શરીર, માથા કે ચહેરા પર કોઈ ઈજાના નિશાન નહોતા. આ બાબત અંગે આદિત્ય ઠાકરેએ પણ કહ્યું હતું કે મને છેલ્લા પાંચ વર્ષથી બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ કેસમાં કોર્ટમાં છે, તેથી તેનો જવાબ હું કોર્ટમાં આપીશ.