એકનાથ શિંદેએ દિલ્હીમાં ધમાકો કરવાની તક ગુમાવી?
મુંબઈ: દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે એકનાથ શિંદેએ એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી (આપ)ના વિધાનસભ્યો દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ મતોનું વિભાજન ટાળવા માટે દિલ્હીમાં ઉમેદવાર ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેમ કે શિવસેનાએ દિલ્હીમાં ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી હતી.
શિવસેના પાર્ટીનો અન્ય રાજ્યોમાં વિસ્તાર કેવી રીતે કરવામાં આવશે એવો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં શિવસેનાના ત્રણ વિધાનસબ્ય છે. અન્ય રાજ્યોમાં જનાધાર વધારવાના પ્રયાસો અમારા ચાલી રહ્યા છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અમે એટલા માટે ઉમેદવાર આપ્યા નહોતા કેમ કે અમારી ભાજપ સાથે યુતિ છે અને અમે મતોનું વિભાજન ઈચ્છતા નહોતા. કેમ કે આમ કરવાથી અન્ય પક્ષને ફાયદો થવાની શક્યતા હતી.
આપણ વાંચો: પરવડી શકે એવા ઘરો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર નવી મ્હાડા પોલીસી તૈયાર કરશે: એકનાથ શિંદે
ભાજપ અને શિવસેનાની વિચારસરણી સમાન હોવાથી મતોનું વિભાજન થાય તો વિરોધીઓને તેનો ફાયદો થઈ શકે. આથી જ અમે દિલ્હીમાં ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યના બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ લડી રહી છે. તેમણે દિલ્હીમાં 30 ઉમેદવાર આપ્યા છે અને તેમાંથી 13 લઘુમતી સમાજના છે.
મહાયુતિનો અન્ય ઘટકપક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ-એ) આઠવલે પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર લડી રહ્યો છે. દિલ્હીમાં આપ અને ભાજપની સીધી લડાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 2013થી દિલ્હીમાં આપની સરકાર છે અને અરવિંદ કેજરીવાલ ત્રણ વખત મુખ્ય પ્રધાન બની ચૂક્યા છે.