મહારાષ્ટ્ર

ધનંજય મુંડે મળ્યા છગન ભુજબળને

અન્ન નાગરી પુરવઠા ખાતાનો અનુભવ હોવાથી માર્ગદર્શન અને આશીર્વાદ લેવા મળ્યો: ધનંજય મુંડે

મુંબઈ: બીડના સરપંચની હત્યાના મુદ્દે અત્યારે વિવાદમાં રહેલા મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડે શુક્રવારે પોતાની પાર્ટીના નેતા અને એનસીપીના સિનિયર નેતા છગન ભુજબળને મળ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને મુંડેએ કહ્યું હતું કે તેમણે અન્ન અને નાગરી પુરવઠા ખાતાનો પદભાર સ્વીકાર્યો હતો અને આ ખાતું પહેલાં કેટલાક વર્ષો સુધી સંભાળી ચૂકેલા ભુજબળના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવવા માગતો હતો.

આપણ વાંચો: રાજીનામાના પ્રશ્ન પર ધનંજય મુંડેએ કહ્યું, ‘હું કંઈ

અહીં ઉલ્લેખનીય છે કે વિપક્ષ મુંડેનું રાજીનામું માગી રહ્યો છે. મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડની મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસ સાથે સંબંધિત ખંડણીના કેસમાં ધરપકડ થયા બાદ માગણી તીવ્ર બની છે.

અહીં ઉલ્લેખનીય છે કે ભુજબળ રાજ્યના પ્રભાવશાળી ઓબીસી નેતા છે અને બીડના પ્રકરણને હવે મરાઠા વિરુદ્ધ ઓબીસીનો રંગ લાગ્યો છે. મુંડે પોતે ઓબીસી છે. આવી સ્થિતિમાં ઓબીસી નેતા તરીકે ભુજબળ તેમની પડખે ઊભા રહે એવી અપેક્ષા હોઈ શકે છે..

આપણ વાંચો: બીડ સરપંચ હત્યા કેસ: ધનંજય મુંડેને કૅબિનેટમાંથી દૂર કરવા માટે નેતાઓ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા…

અત્યારે છગન ભુજબળ પ્રધાનમંડળમાં સ્થાન ન મળવાને કારણે નારાજ છે અને બીજી તરફ ધનંજય મુંડેને કેબિનેટમાંથી પડતા મુકવા માટે જે આંદોલન ચાલી રહ્યું છે તેને કારણે એવી અટકળો વહેતી થઈ છે કે મુંડેનું રાજીનામું લઈને ભુજબળને પ્રધાનપદ આપવામાં આવી શકે છે. આ મુદ્દે જોકે આ પહેલાં ભુજબળે એવો ખુલાસો કરી નાખ્યો છે કે તેઓ આવી રીતે પ્રધાનપદ મેળવવાના મતના નથી, પરંતુ આ બંનેની મુલાકાત પાછળ આ કારણ હોવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button