કૃષિ મંત્રાલયના વડા હતા ત્યારે 300 કરોડનું કર્યું કૌભાંડઃ ભાજપના વિધાનસભ્યના નિશાન પર ધનંજય મુંડે આવ્યા | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

કૃષિ મંત્રાલયના વડા હતા ત્યારે 300 કરોડનું કર્યું કૌભાંડઃ ભાજપના વિધાનસભ્યના નિશાન પર ધનંજય મુંડે આવ્યા

મુંબઈઃ મહારાષ્ટ્રના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વિધાનસભ્ય સુરેશ ધસે આજે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રધાન ધનંજય મુંડેને નિશાન પર લીધા હતા. મુંડે જ્યારે કૃષિ મંત્રાલયના વડા હતા ત્યારે 300 કરોડની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમણે રાજીનામું આપી દેવું જોઇએ.

બીડના પરલીના વિધાનસભ્ય મુંડે તેમના નજીકના સાથી વાલ્મિક કરાડની 9મી ડિસેમ્બરે બીડના મસાજોગમાં સરપંચ સંતોષ દેશમુખના અપહરણ અને ક્રૂર હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ વિપક્ષ અને મહાયુતિના કેટલાક સાથીદારો દ્વારા ટીકાનોસામનો કરી રહ્યા છે.

એ જ જિલ્લના અષ્ટીના વિધાનસભ્ય ધસે એવું જણાવ્યું હતું કે અજિત પવાર જે એનસીપીના વડા છે તેમણે સિંચાઈ પ્રોજેક્ટ્સ સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા ત્યારે રાજીનામું આપી દીધું હતું.

આપણ વાંચો: મહારાષ્ટ્રના ભાજપ પ્રદેશપ્રમુખે આ નિવેદન આપીને સૌને ચોંકાવ્યા, જાણો શું કહ્યું?

મુંડેએ શંકાસ્પદ વ્યવહારો કર્યા હતા, જેમાં ખેડૂત કે પ્રાદેશિક અધિકારીઓની વિનંતી વિના મોટા પાયે ખરીદી કરી હતી. પ્રપોઝલ્સ મોકલવામાં આવ્યા હતા અને એ જ દિવસે સરકારી ઠરાવો બહાર પાડવામાં આવ્યા હતા.

રાજ્યના કૃષિ કમિશનર પ્રવીણ ગેડામની ડીબીટી દ્વારા વ્યવહારો કરવાની ભલામણોને અવગણવામાં આવી હતી, એવું ધસે પત્રકાર પરિષદને સંબોધતી વેળાએ કહ્યું હતું. ધસે કહ્યું હતું કે આ કથિત કૌભાંડની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવી જોઈએ, અને ઉમેર્યું કે અજિત પવારે અત્યાર સુધી મુંડેનું રાજીનામું માંગ્યું નથી તે આશ્ચર્યજનક છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ભાજપના સદસ્યતા અભિયાનને મળ્યો પ્રચંડ પ્રતિસાદ

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મુંડેના શાસનકાળમાં વિભાગમાં ટ્રાન્સફર અને પ્રમોશન માટે 100 કરોડ રૂપિયાની ગેરકાયદે ચુકવણીનો સમાવેશ થતો હતો. સામાજિક કાર્યકર અંજલી દમણિયાએ પણ મુંડે તેમના સહયોગીઓ સામે સમાન આરોપો લગાવ્યા છે.

મુંડે કહે છે કે તેઓ દમણિયા સામે માનહાનિનો કેસ દાખલ કરશે. જો તેમને લાગે છે કે હું જે આરોપ લગાવી રહ્યો છું તે ખોટો છે, તો તેમણે મારી સામે પણ માનહાનિનો કેસ દાખલ કરવો જોઈએ, એવું ધસે કહ્યું હતું. જોકે મુંડેએ કહ્યું છે કે તેમને સરપંચ કેસ સાથે કોઈ લેવાદેવા નથી અને તેમણે અગાઉ કૃષિપ્રધાન હતા ત્યારે અનિયમિતતાના આરોપોને પણ નકારી કાઢ્યા છે.

Back to top button