મરાઠવાડાના આફતગ્રસ્ત વિસ્તાર માટે 10,000 કરોડની રાહતની માંગણી

મુંબઈ: કેન્દ્ર સરકાર મરાઠાવાડા માટે 10,000 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરે એવી માંગણી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કરી હતી. મરાઠવાડના અમુક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે મચાવેલા હાહાકારને કારણે મકાનો અને પાકને નુકસાન થયું છે.
એક નિવેદનમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કહ્યું હતું કે સરકાર અસરગ્રસ્ત વ્યક્તિઓના બેંક ખાતામાં વળતર આપે આછી બેંકોએ રકમમાંથી લોનના હપ્તા ન કાપી લેવા જોઈએ. અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર છેલ્લા ચાર દિવસથી દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે આઠ લોકોના મૃત્યુ થયા છે અને 33 હજાર હેક્ટરથી વધુ જમીનમાં સેંકડો મકાનો અને પાકને નુકસાન થયું છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી હતી કે સરકાર ખેડૂતો અને અન્ય અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે કામ કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત મરાઠાવાડા માટે તાત્કાલિક 10 હજાર કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવી જોઈએ.પંચનામા (નુકસાનનું સ્થળ મૂલ્યાંકન) જેવી પ્રક્રિયાઓ અને સહાય આપવાને લગતા નિયમોનો અભ્યાસ કરવા માટે સમય બગાડવો જોઈએ નહીં.
દરમિયાન ફડણવીસે ઠાકરેને મરાઠવાડામાં પૂરની સ્થિતિના મુદ્દે રાજકારણ ન કરવા જણાવી ઉમેર્યું હતું કે ‘આવા સંકટ દરમિયાન લોકો રાજકારણની અપેક્ષા રાખતા નથી. અમે લોકો અને ખેડૂતોને મદદ કરવા માટે જરૂરી તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.
(પીટીઆઈ)
આ પણ વાંચો…વિશ્ર્વાસ રાખો, મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં અનામત મળશે: જરાંગે