બિલ્ડિંગના છઠ્ઠામાળેથી પટકાતાં સેલ્સ એક્ઝિક્યુટિવનું મૃત્યુ, કોન્ટ્રાક્ટર સામે નોંધાયો ગુનો

પિંપરી: બહુમાળી ઇમારતના બાંધકામ વખતે તેમાં દરેક બાબતે કાળજી લેવામાં આવતી હોય છે, પણ અનેક વખત કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ અન્ય લોકો જ પોતાના લોકો પણ બનતા હોય છે. તાજેતરમાં પિંપરી-ચિંચવડ નજીક આવેલા વાકડ વિસ્તારમાં ગ્રાહકને અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ફ્લેટ બતાવતી વખતે છઠ્ઠા માળેથી પટકાતા સેલ્સ એક્ઝિક્યુટિવનું મોત થયું હતું.
23 ડિસેમ્બર 2023માં આ ઘટના બની હતી પણ તાજેતરમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. સંબંધિત સુપરવાઇઝર કે બાંધકામ વિભાગ સામે કોઈ પણ એક્શન ન લેતા મૃતક (સેલ્સ એક્ઝિક્યુટિવ આશિષ જવ્હેરી (43)ની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ કોન્ટ્રાક્ટર ગુડ્ડુ પવાર, સેલ્સ હેડ અભિષેક દેવનેની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી ગુનો નોંધવામાં આવ્યો છે.
આપણ વાંચો: છેલ્લાં બે મહિનામાં ત્રણ Adult Starના મૃત્યુનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે…
વાકડ ખાતે એક બહુમાળી ઇમારતમાં બાંધકામ શરૂ હતું. આ ઇમારતમાં આશિષ જવહેરી સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. આશિષ જવ્હેરી 23 ડિસેમ્બરે ગ્રાહકોને આ બિલ્ડીંગમાં જ્યારે ફ્લેટ બતાવી રહ્યો હતો તે દરમિયાન તેનો બેલેન્સ જતાં તે છઠ્ઠા ફ્લોરથી લિફ્ટના ડકટમાંથી નીચે પટકાયો હતો. આ ઘટના બાદ આશિષની પત્નીને પોલીસમાં ગુનો નોંધાવ્યા બાદ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામગારોની સુરક્ષાનું ધ્યાન ન રાખ્યા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અંડર-કન્સ્ટ્રક્શન સાઇટ પર આવી અનેક ઘટના બને છે, જેમાં અનેક લોકોના જીવ જાય છે. તાજેતરમાં મુંબઈના બોરીવલી ખાતેની એક ઇમારત પર બંધવામાં આવેલી પાલખ તૂટી પડતાં સોળમા માળે કામ કરી રહેલા ત્રણ મજૂરના મોત થયાં હતાં અને એકને ગંભીર ઇજા થઈ હતી.