મહારાષ્ટ્ર

અધૂરે મહિને ઘરમાં જન્મેલી બાળકીનું મૃત્યુ: પોલીસે તપાસ હાથ ધરી

થાણે: બાવીસ વર્ષની યુવતીને ઘરમાં જ અધૂરે મહિને જન્મેલી બાળકીનું હૉસ્પિટલમાં દાખલ કરતાં પૂર્વે જ મૃત્યુ થયું હોવાની થાણેમાં બનેલી ઘટનાની નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.

કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બીજી માર્ચની સવારે બની હતી. યુવતી છ મહિનાની ગર્ભવતી હતી. તેણે અધૂરે મહિને જ ઘરમાં બાળકીને જન્મ આપ્યો હતો.

યુવતી અને બાળકીની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક કલવાની પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જોકે હૉસ્પિટલે પહોંચવા પહેલાં જ બાળકીએ દમ તોડ્યો હતો. હૉસ્પિટલના તબીબે બાળકીને મૃત જાહેર કરી હોવાનું યુવતીના પતિએ પોલીસને આપેલી માહિતીમાં જણાવ્યું હતું, એવું પોલીસ અધિકારીનું કહેવું છે.

આપણ વાંચો: પરભણીનો એક યુવાન મૃત્યુ પામ્યો, પણ પાંચને જીવન આપતો ગયો

જોકે યુવતીને હૉસ્પિટલ શા માટે લઈ જવાઈ નહીં, તેની પ્રસૂતિ ઘરમાં જ શા માટે કરાઈ એ બાબતે યુવતીના પરિવારે કોઈ ચોક્કસ કારણ આપ્યું નહોતું.

બાળકીના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આ મામલે એડીઆર નોંધ્યો હતો. યુવતી હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ આખા મામલામાં કોઈની બેદરકારી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button