મહારાષ્ટ્ર

લૂંટારાઓએ કરેલા હુમલામાં ડીસીપી, એપીઆઇ ઘાયલ: ડીસીપીએ વળતા જવાબમાં રિવોલ્વરમાંથી ગોળીબાર કરતાં લૂંટારુ ઘવાયો

પુણે: લૂંટના ગુનામાં સંડોવાયેલા લૂંટારાઓને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેમણે હુમલો કર્યો હતો, જેમાં ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરને ઇજા પહોંચી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એક લૂંટારુએ ડીસીપી પર કોયતાથી હુમલો કર્યો હતો. આથી વળતા જવાબમાં ડીસીપીએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી તેના પર ગોળીબાર કર્યો હતો. પગમાં ગોળી વાગવાથી લૂંટારુ ઘાયલ થયો હતો અને તેને બાદમાં તાબામાં લેવાયો હતો.

આપણ વાંચો: સગાઈ પછી પણ સાથે ફરવાનો ઇનકાર કરનારી ફિયાન્સી પર હુમલો

પોલીસના જણાવ્યા અનુસાર પુણે જિલ્લાના ખેડ તહેસીલમાં ચિંચોશી ગામમાં સોમવારે વહેલી સવારે આ ઘટના બની હતી.
પિંપરી-ચિંચવડના ડીસીપી (ઝોન-3) ડો. શિવાજી પાટીલે કહ્યું હતું કે બે લૂંટારા ગામમાં છુપાયા હોવાની માહિતી પોલીસને મળી હતી.

બંને લૂંટારા એક ટોળકીનો ભાગ હતા અને આ ટોળકીએ ગયા મહિને બહુલ ગામમાં એક ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી હતી અને તેમણે બે રહેવાસીને ગંભીર ઇજા પહોંચાડી હતી.

પાટીલે જણાવ્યું હતું કે બંને લૂંટારા વિશે મળેલી માહિતીને આધારે ચાકણ પોલીસ સ્ટેશનની ટીમ સાથે હું ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ત્યાં છટકું ગોઠવાયું હતું. બંને લૂંટારાની ઓળખ સચિન ભોસલે અને મિથુન ભોસલે તરીકે થઇ હતી.

આપણ વાંચો: અમદાવાદમાં ‘તેં મારો નંબર બ્લોક કેમ કરી દીધો’ કહી યુવતીએ છરીથી યુવક પર હુમલો કર્યો

બંનેને પકડતી વખતે સચિન ભોસલેએ મારા પર કોયતાથી હુમલો કર્યો હતો તેમાં મને ઇજા થઇ હતી. આથી વળતા જવાબમાં મેં બે રાઉન્ડ ફાયર કર્યું હતું, જેમાં સચિનના પગમાં ગોળી વાગી હતી, જેને કારણે તે પકડાઇ ગયો હતો, જ્યારે મિથુન ભાગી છૂટ્યો હતો.

અથડામણ દરમિયાન ચાકણ પોલીસ સ્ટેશનનો આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રસન્ના જર્હાડ પણ ઘાયલ થયો હતો.
1 જાન્યુઆરી, 2008ના રોજ ભીમા-કોરેગાંવ ખાતે ફાટી નીકળેલી હિંસા બાદ પુણેમાં એલ્ગાર પરિષદ-માઓવાદી સાથે કડીના કેસની અગાઉ પવારે તપાસ કરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button