મહારાષ્ટ્ર
દારૂની દુકાનનો કાચ તોડનારા રીઢા આરોપીની હત્યા

નાગપુર: ગેરકાયદે દારૂની દુકાનનો કાચ તોડનારા રીઢા આરોપીની હત્યા કરવા બદલ નવ જણની ધરપકડ કરવામાં આવી હતી.
મૃતકની ઓળખ સૂરજ ભલાવી તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ અનેક ગુના દાખલ છે. બુધવારે સવારે માયો હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.
આપણ વાંચો: બાબા સિદ્દિકીની હત્યા પછી બિશ્નોઇ ગેંગ મોટા કાંડ કરવાની તૈયારીમાં?
સૂરજ મંગળવારે રાતે ખાંડગાવ રોડ પર આવેલી દારૂની દુકાનમાં ગયો હતો, જ્યાં તેણે દુકાનનો કાચ તોડી નાખતાં ત્યાંના સ્ટાફ સાથે તેનો ઝઘડો થયો હતો.
આથી તેમણે લાઠીથી સૂરજ પર હુમલો કર્યો હતો અને તેને બાદમાં નજીકના ઝાડીઝાંખરામાં ફેંકી દીધો હતો. ઘાયલ સૂરજને તેનો ભાઇ રાતે સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં બુધવારે સવારે તેનું મૃત્યુ થયું હતું. (પીટીઆઇ)