મહારાષ્ટ્ર

બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારા રેશનિંગ દુકાનના માલિક વિરુદ્ધ ગુનો

થાણે: રેશન કાર્ડ બનાવવા માટે કથિત બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારા ડોમ્બિવલીના રેશનિંગ દુકાનના માલિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી રેશન કાર્ડ બનાવવા માટે બવાટી દસ્તાવેજો અને રબર સ્ટેમ્પ્સ તૈયાર કરતો હતો.

ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીના સ્થળે દરોડા પાડ્યા હતા અને 110 જેટલી બનાવટી સાધનસામગ્રી જપ્ત કરી હતી, એમ ડોમ્બિવલીના માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: માલેગાંવમાં બર્થ સર્ટિફિકેટ માટે બનાવટી દસ્તાવેજો રજૂ કરનારા બેની ધરપકડ

આ પ્રકરણે પોલીસે ગુરુવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 335, 336(3) અને 340 હેઠળ ગુનો નોંધ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમના સબ-ઈન્સ્પેક્ટર કિરણ ભિસેએ જણાવ્યું હતું કે પોલીસને વિવિધ સરકારી વિભાગાનો રબર સ્ટેમ્પ્સ, રેશન કાર્ડ્સ, ફોર્મ્સ અને દસ્તાવેજો આરોપી પાસેથી મળી આવ્યા હતા.

આ કેસમાં શનિવારની મોડી સાંજ સુધી આરોપીની ધરપકડ કરાઈ નહોતી. પોલીસ વધુ તપાસ કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button