આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં વધી રહ્યું છે વાયુ પ્રદૂષણ, બોમ્બે હાઈ કોર્ટે તંત્રને ફટકાર લગાવી

મુંબઈ: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને નોઇડામાં શીયાળાની ઋતુમાં વધતા વાયુ પ્રદુષણને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચી રહ્યું છે. દેશની આર્થીક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં પણ હવાનું પ્રદુષણ સતત (Air Pollution in Mumbai) વધી રહ્યું છે.

પ્રદુષણ મામલે બોમ્બે હાઈ કોર્ટ(Bombay Highcout)ને દાખલ કરવાની ફરજ પડી છે. હાઈ કોર્ટે કડકાઈ બતાવતા કહ્યું કે શું શહેરમાં વાયુ પ્રદૂષણનો કોઈ ઉકેલ આવશે કે નાગરિકોને દર વર્ષે દિવાળી પછી ધુમાડામાં જ જીવવું પડશે.

હાઈ કોર્ટેના સુચન:

આપણ વાંચો: Maha Kumbh 2025: ગંગાના પાણીમાં પ્રદુષણ અંગે NGTએ યોગી સરકારને આદેશ આપ્યો

હાઈકોર્ટે એવું પણ સૂચન કર્યું હતું કે બેકરીઓએ લાકડા અને કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સીએનજી અને ઇલેક્ટ્રિક કારના ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ.

મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે મુંબઈના બગડતા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) પાછળની સમસ્યાઓ અને કારણોથી તમામ અધિકારીઓ સારી રીતે વાકેફ છે, પરંતુ ઉકેલો અને પગલાં તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂર છે.

દિવાળી પછી સ્થિતિ બગાડે છે:

2023 માં શહેર અને રાજ્યમાં હવાની બગડતી ગુણવત્તા અંગે કોર્ટે સુઓ મોટો લીધો હતો. કોર્ટે ગુરુવારે કહ્યું, ‘દર વર્ષે દિવાળી પછી પરિસ્થિતિ એવી જ હોય છે.

આપણ વાંચો: ટૅક વ્યૂહ : ગૂગલ મેપ્સમાં રિયલટાઈમ અપડેટ…પ્રદુષણના પ્રકોપનું પરિણામ

આવી પરિસ્થિતિઓમાં ઉકેલ શું છે? દર વર્ષે દિવાળી પછી પ્રદુષણ વધવાનું શરૂ થાય છે. આપણે સમસ્યાઓ અને કારણો જાણીએ છીએ, તો હવે ઉકેલ શું છે? શું આપણે દર વર્ષે આખા મુંબઈમાં આવો ધુમાડો જોતા રહીશું? કેટલાક દિવસોમાં વિઝિબીલીટી ખૂબ ઓછી હોય છે.’

દિવાળી પર ફટાકડા ફોડવા અંગે આદેશ:

બેન્ચે કહ્યું કે 2023 માં, કોર્ટે દિવાળીના તહેવાર પર દરરોજ ફક્ત થોડા કલાકો માટે ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી, પરંતુ આ નિર્દેશનું બિલકુલ પાલન કરવામાં આવ્યું ન હતું.

આપણ વાંચો: Google Maps પર મળશે વાયુ પ્રદુષણના સ્તરની જાણકારી; આ રીતે કરી શકો છો ઉપયોગ

કોર્ટે કહ્યું, ‘અમે જોયું કે અમારા આદેશો છતાં, લોકો રાત્રે 1 વાગ્યા સુધી ફટાકડા ફોડતા રહ્યા. એજન્સીઓએ અમારા આદેશોનું બિલકુલ પાલન કર્યું નહીં. અધિકારીઓ દ્વારા કોઈ સક્રિય પગલાં લેવામાં આવ્યા ન હતા તે જાણીને દુઃખ થયું.

‘જ્યારે કોર્ટ આદેશ પસાર કરે છે ત્યારે જ કંઈક થાય છે. દરેક વ્યક્તિ પર અસર થાય છે. અધિકારીઓએ સ્પષ્ટપણે વધુ કડક પગલાં લેવાની જરૂર છે. પ્રદૂષણનું સ્તર ક્યારે ઘટશે? જ્યાં સુધી કેટલાક કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button