મહારાષ્ટ્ર

વેટલેન્ડ્સના જતન માટેની અરજી દાખલ કરી બોમ્બે હાઈ કોર્ટે

કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય, મહારાષ્ટ્ર સરકાર અને વેટલેન્ડ ઓથોરિટીને નોટિસ

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે આજે મહારાષ્ટ્રમાં વેટલેન્ડ્સના સંરક્ષણ અને જાળવણી માટે જાહેર હિતની અરજી (પીઆઈએલ) સુઓ મોટો (પોતાની રીતે) દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે તે સુપ્રીમ કોર્ટના ડિસેમ્બર ૨૦૨૪ ના આદેશના આધારે અરજી કરી છે, જેમાં તમામ હાઇ કોર્ટને દેશભરમાં રામસર કન્વેન્શન સાઇટ્સ તરીકે ઓળખાતી વેટલેન્ડ્સના રક્ષણ માટે કાર્યવાહી શરૂ કરવા જણાવ્યું હતું.

હાઇ કોર્ટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય, મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર વેટલેન્ડ ઓથોરિટીને નોટિસ પાઠવી છે. તેણે કોર્ટને મદદ કરવા માટે વરિષ્ઠ વકીલ જનક દ્વારકાદાસને એમિકસ ક્યુરી તરીકે પણ નિયુક્ત કર્યા છે. ખંડપીઠે આ મામલાની સુનાવણી ૨૫ ફેબ્રુઆરીના રોજ રાખી છે.

આપણ વાંચો: ટિકિટોના કાળાબજારને રોકવા માર્ગદર્શિકા માંગતી પીઆઈએલને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી…

રામસર આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ભીની જમીન છે. ભારતમાં આવી ૮૫ સાઇટ્સ છે, જેમાંથી ત્રણ મહારાષ્ટ્રમાં છે. બુલઢાણા જિલ્લાનું લોનાર તળાવ, નાસિક જિલ્લામાં નાંદુર માધમેશ્વર અને થાણે ક્રીક. તેનું નામ ઈરાનના રામસર શહેર પરથી રાખવામાં આવ્યું છે, જ્યાં ૧૯૭૧માં સંમેલન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ડિસેમ્બર ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં નોંધ્યું હતું કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા મુજબ ભારતમાં ૨૦૧૭ પહેલા ૨.૨૫ હેક્ટરથી વધુ વિસ્તાર સાથે ૨,૦૧,૫૦૩ વેટલેન્ડ્સ હતા. ઈસરો મુજબ ૨૦૨૧માં વેટલેન્ડ્સની સંખ્યા વધીને ૨,૩૧,૧૯૫ થઈ. જો કે, સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું કે આ આંકડાઓ “જમીની સ્તરે તપાસવા જોઈએ”.

આપણ વાંચો: મુંબઈમાં વધી રહ્યું છે વાયુ પ્રદૂષણ, બોમ્બે હાઈ કોર્ટે તંત્રને ફટકાર લગાવી

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે વેટલેન્ડ્સ (સંરક્ષણ અને વ્યવસ્થાપન) નિયમો, ૨૦૧૭ અને તેના હેઠળ જારી કરાયેલ માર્ગદર્શિકા ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ સૂચવે છે, જે વાસ્તવિક નિરીક્ષણ દ્વારા વેટલેન્ડ્સની ઓળખ છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ પગલું “લગભગ તમામ રાજ્યો દ્વારા અવગણવામાં આવ્યું છે” અને આ વેટલેન્ડ્સનું સીમાંકન અત્યાર સુધી કરવામાં આવ્યું નથી.
(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button