મહારાષ્ટ્ર
નાગપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ: બે જણનાં મોત

નાગપુર: નાગપુર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં રવિવારે બ્લાસ્ટ થતાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ઘવાયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર કાટોલ તહેસીલના કોટવાલબુર્ડી ખાતે એશિયન ફાયરવર્કસમાં બપોરે 1.30 વાગ્યે બ્લાસ્ટ થયો હતો.
આપણ વાંચો: કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, અનેકના મોત
બ્લાસ્ટમાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ઘાયલ થતાં તેમને ત્વરિત સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બ્લાસ્ટ બાદ આગ લાગી હતી, જે બુઝાવી દેવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હોવાનું અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)