ચાર મહિનાના પુત્રને પાણી ભરેલા ડ્રમમાં ડુબાવી પિતાનો આપઘાત | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ચાર મહિનાના પુત્રને પાણી ભરેલા ડ્રમમાં ડુબાવી પિતાનો આપઘાત

બીડ: ઘરેલુ વિવાદને પગલે ચાર મહિનાના માસૂમ પુત્રને પાણી ભરેલા ડ્રમમાં ડુબાડીને મારી નાખ્યા પછી પિતાએ પણ આત્મહત્યા કરી હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ ગવરાઈ તહેસીલના રામનગર વિસ્તારમાં બની હતી. અમોલ સોનાવણે (30)એ તેના પુત્રને પાણી ભરેલા ડ્રમમાં ડુબાડી દીધો હતો, જેને પગલે તેનું મૃત્યુ થયું હતું.

પુત્રને મારી નાખ્યા પછી સોનાવણેએ ઘરના આંગણામાંની લોખંડની જાળી સાથે ગળાફાંસો ખાધો હતો. ઘટના સમયે તેની પત્ની ઘરમાં સૂતી હતી.

આ પણ વાંચો: પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર ગણાવતા રાજકોટના રમેશચંદ્ર ફેફરે આપઘાત કર્યો

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે દંપતીએ ઝેરી વસ્તુ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમયસર સારવારને કારણે બન્નેના જીવ બચી ગયા હતા. ગુરુવારે જ તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તલવાડાના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સોનાવણેએ આવું કરુણ પગલું શા માટે ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button