એજાઝ ખાનના શૉ પર પ્રતિબંધ મૂકવાની માગઃ અશ્લીલતાની હદ વટાવી ગયો હોવાના આક્ષેપો

હંમેશાં વિવાદોમાં રહેતા એજાઝ ખાનના શૉ હાઉસ એરેસ્ટ ફરી વિવાદમાં આવ્યો છે. અશ્લીલ કન્ટેન્ટના કારણે શૉ અને ઉલ્લુ એપ બન્નેને બંધ કરવાની માગણી થઈ રહી છે.
આ મામલે મહારાષ્ટ્રના વિધાન પરિષદના ભાજપના સભ્ય ચિત્રા વાઘે પણ આપત્તી જતાવી હતી અને આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને અપીલ કરી હતી કે આ શૉ અને એપ બંધ કરવામાં આવે. હવે શિવસેના (યુબીટી)ની રાજ્યસભાની સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિરોધ નોંધાવ્યો છે અને આ સાથે પાર્લિયામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે 18 આ પ્રકારની એપ કે ચેનલને બ્લોક કરવાનો નિણર્ય લેવામાં આવ્યો ત્યારે સૌથી વધારે અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પિરસતી બે એપ Alt Balaji, ULLUને શા માટે બંધ કરી નથી, તેવો સવાલ પણ તેણે કર્યો હતો. ભાજપના સાંસદ અને હમણા વિવાદોમાં આવેલા નિશિંકાત દુબએ પણ એપ બંધ કરવાની અપીલ કમિટીને કરશે તેમ કહ્યું હતું.
એજાઝ ખાનનો આ શૉ જોનારાને પણ ધક્કો લાગ્યો હતો. શૉમાં એજાઝ યુવક યુવતીઓને વિવિધ સેક્સ્યુઅલ પોઝિશન વિશે વાત કરે છે અને પછી તેને ડેમોન્સ્ટ્રેશન કરવા કહે છે. છોકરા-છોકરીઓ તેમ કરે છે પણ ખરા.
આપણ વાંચો: કિંગ ખાનના પુત્રને જેલમાં હતું જીવનું જોખમ? એજાઝ ખાને કહ્યું – મેં ગુંડા અને માફિયાથી બચાવ્યો…
સેક્સ અથવા કામસૂત્ર પોઝિશન વિશે વાત કરવી તેમાં કંઈ ખોટું નથી, પરંતુ જે અશ્લીતા સાથે તે દર્શાવાયું છે તે જોતા ફેન્સનો ગુસ્સો ભડકી રહ્યો છે. તમામ મોરચે આ શૉ અને એપ બંધ કરવાની માગણી ઊઠી છે.